ગુજરાતમાં કોરોનાની સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. છેલ્લા 2 દિવસથી રાજ્યમાં કોરોનાના દૈનિક નોંધાતા કેસની 1100થી વધુ હતી ત્યારે આજે કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે 1021 પોઝિટિવ કેસ આવ્યા છે. ગુજરાતમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા વધીને 1,66,254એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ 6 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3682એ પહોંચ્યો છે. જ્યારે 1013 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. ગુજરાત માટે સૌથી મોટા ખુશ ખબર એ છે કે રાજ્યમાં સાજા થવાનો દર 89.37 ટકા છે. ત્યાં જ આજે રાજ્યમાં 52,980 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં રાજ્ય ભરમાં 56,91,372 ટેસ્ટ કરાયા છે.
કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં સુરત કોર્પોરેશન 168, અમદાવાદ કોર્પોરેશન 164, વડોદરા કોર્પોરેશન 75, સુરત 69, રાજકોટ કોર્પોરેશન 67, વડોદરા 42, રાજકોટ 36, જામનગર કોર્પોરેશન 35, મહેસાણા 29, સાબરકાંઠા 26, સુરેન્દ્રનગર 22, બનાસકાંઠા 20, અમરેલી 19, ભરૂચ 18, ગાંધીનગર કોર્પોરેશન 16, મોરબી 15, પંચમહાલ 15, ગાંધીનગર 14, પાટણ 14, અમદાવાદ 13, કચ્છ 13, જામનગર 11, આણંદ 10, ગીર સોમનાથ 10, ખેડા 10, નર્મદા 10, ભાવનગર કોર્પોરેશન 9, દાહોદ 9, જુનાગઢ 9, જુનાગઢ કોર્પોરેશન 9, છોટા ઉદેપુર 8, ભાવનગર 6, દેવભૂમિ દ્વારકા 6, મહીસાગર 5, અરવલ્લી 4, બોટાદ 4, નવસારી 3, પોરબંદર 3, તાપી 3, ડાંગ 1, વલસાડ 1 કેસ સામે આવ્યા છે.
આરોગ્ય વિભાગની અખબારી યાદીમાં વિતેલા 24 કલાકમાં અમદાવાદ કોર્પોરેશન 2, સુરત કોર્પોરેશન 2, ગાંધીનગર 1, સુરત 1 વ્યક્તિએ દમ તોડયો હતો. આમ આજે વિતેલા 24 કલાકમાં કુલ 6 લોકોના મોત નિપજ્યા છે. ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3682એ પહોંચ્યો છે.
ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 1,48,858 નાગરીકો સાજા થઈ ગયા છે. 3682ના અવસાન થયા છે. જ્યારે આજે છેલ્લી સ્થિતિ મુજબ 13,987 સારવાર હેઠળના દર્દીઓ પૈકી 71 વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને 13,916 સ્ટેબલ છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..