ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના નવા 572 કેસ નોંધાયા, 25ના મોત, રાજ્યમાં કુલ કેસ 29 હજારને પાર, મૃત્યુઆંક 1736 થયો

ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં દિવસેને દિવસે ઉછાળો આવી રહ્યો છે. ખાસ કરીને અમદાવાદમાં મૃત્યુદર ચોંકવનારી રીતે વધી રહ્યો છે તો છેલ્લા 11 દિવસમાં કોરોનાના કેસ 500થી વધુ નોંધાયા છે. આ તમામ બાબત વચ્ચે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે છેલ્લા 24 કલાકમાં સમગ્ર રાજ્યમાં નોંધાયેલા કોરોના વાયરસના કેસની માહિતી આપી હતી.

આરોગ્ય વિભાગે જાહેર કરેલ પ્રેસનોટ પ્રમાણે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 549 કેસ નોંધાયા છે. આ સાથે જ કોરોના સંક્રમિતોનો કુલ આંકડો 29,001‬ પર પહોંચ્યો છે. આપને જણાવી દઇએ કે, છેલ્લા 12 દિવસથી કોરોનાના વાયરસના 500થી વધુ કેસ નોંધાઇ રહ્યા છે જે ખરેખર ચિંતાજનક બાબત છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો


અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં નવા 215 કેસ નોંધાયા

અમદાવાદમાં સૌથી વધુ 215 કેસ નોંધાયા છે તો સુરતમાં છેલ્લા 24 કલાકમાં 172 નવા કેસ કોરોના વાયરસના નોંધાયા છે. આ સાથે જ છેલ્લા 24 કલાકમાં 575 દર્દીઓ કોરોના વાયરસના ભરડામાંથી મુક્ત થતાં તેમની સારવાર બાદ દવાખાનામાંથી રજા આપવામાં આવી છે. આમ, અત્યાર સુધીમાં સમગ્ર રાજ્યમાં કુલ 21,096 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે.

24 કલાકમાં નોંધાયેલા કેસની વિગત

24/06/2020 પોઝિટિવ કેસ
અમદાવાદ 215
સુરત 172
વડોદરા 45
રાજકોટ 13
જામનગર 13
ભરૂચ 10
આણંદ 9
પંચમહાલ 9
નર્મદા 9
સુરેન્દ્રનગર 9
ગાંધીનગર 7
અરવલ્લી 7
નવસારી 6
ભાવનગર 5
ગીર સોમનાથ 5
કચ્છ 5
વલસાડ 5
મહેસાણા 4
જૂનાગઢ 4
અમરેલી 4
મહીસાગર 3
ખેડા 3
પાટણ 3
છોટા ઉદેપુર 3
બનાસકાંઠા 1
બોટાદ 1
સાબરકાંઠા 1
દાહોદ 1

અમદાવાદ બાદ સુરતમાં કોરોનાના કેસમાં થઇ રહ્યો છે વધારો 

આપને જણાવી દઇએ કે, ગુજરાતમાં અમદાવાદ બાદ હવે ધીમે-ધીમે ડાયમંડ નગરી સુરતમાં કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. જે ખૂબ જ ચિંતાજનક બાબત છે. ઉલ્લેખનીય છે કે, 20 જૂનના રોજ 103, તો 21 જૂનના રોજ 176 કેસ તથા 22 જૂનના રોજ 132 કેસ નોંધાય હતા તો ગઇકાલે 175 કેસ નોંધાયા હતા અને આજે ફરી એકવાર 175 કેસ નોંધાયા છે. આમ સતત પાંચ દિવસથી 100થી વધુ કેસ નોંધાયા છે.

24 કલાકમાં રાજ્યમાં મૃત્યુ પામેલ દર્દીઓની વિગત

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસની સારવાર દરમિયાન અવસાન પામેલા લોકોની વિગત પણ આ પ્રેસનોટમાં આપવામાં આવી હતી. જે પ્રમાણે ગત 24 કલાકમાં 25 દર્દીઓના મોત થયાં છે, આમ અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 1736 લોકોના કોરોના બીમારીને કારણે મોત થયાં છે. આ સાથે જ હાલ 70 લોકો વેન્ટિલેટર પર છે તો 6099 લોકો સ્ટેબલ છે અને 6169 કેસ એક્ટિવ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો