ભારતમાં કોરોનાના કેસ આજે 13 લાખને પાર પહોંચી ગયા છે. 11 લાખથી 12 લાખ કેસ માત્ર 3 દિવસમાં નોધાયા છે. એટલે કે હવે દર 3 દિવસે દેશમાં 1 લાખ નવા કેસ નોંધાઈ રહ્યા છે. તેવામાં હવે ગુજરાતમાં પણ છેલ્લા ત્રણ દિવસથી કોરોનાના કેસ 1 હજારને પાર નોંધાઇ રહ્યા છે. ગુજરાતમાં કોરોનાનું વધતુ જતું સંક્રમણ ચિંતાનો વિષય બની રહ્યું છે ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1068 કેસ નોઁધાયા હતા.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
રાજ્યમાં આજે કોરોનાના 1068 કેસ નોંધાતા કુલ આંકડો 53,631 પર પહોંચ્યો છે. આજે 872 દર્દીઓ સાજા થતાં અત્યાર સુધીમાં કુલ 38,830 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આ તમામને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તો આમ ગુજરાતમાં સાજા થવાનો દર 72.40 થયો છે.
આ સાથે જ રાજ્યમાં કોરોનાએ છેલ્લા 24 કલાકમાં કોરોનાએ 26 દર્દીનો ભોગ લીધો છે. જેથી અત્યાર સુધીમાં રાજ્યમાં 2283 દર્દીઓના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે.
સુરતમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. અમદાવાદ બાદ સૌથી વધુ સુરતમાં કેસ નોંધાઇ રહ્યા છે. આજે સુરતમાં 309 નવા કોરોનાના કેસ નોંધાયા છે. જેમાં સુરત કોર્પોરેશનમાં 216 અને સુરત જિલ્લામાં 93 કેસ નોંધાયા છે. આ સાથે સુરતમાં કોરોનાનો કુલ આંકડો 11,097 પર પહોંચ્યો છે. સુરતમાં આજે 227 દર્દીઓ સ્વસ્થ થયા છે. જેથી કુલ સ્વસ્થ થયેલા દર્દીનો આંકડો 7,655 પર પહોંચ્યો છે. તો આજે સુરતમાં 12 દર્દીઓના મોત થયા છે. આ સાથે સુરતમાં અત્યાર સુધીમાં કુલ 338 દર્દીના મૃત્યુ થયા છે. સુરતમાં હાલ 3110 એક્ટિવ કેસ છે.
છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 176 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 161 અને અમદાવાદ જિલ્લામાં 153 કેસ નોંધાયા છે. આ સાથે અમદાવાદમાં કોરોનાનો કુલ આંકડો 25,349 પર પહોંચ્યો છે. અમદાવાદમાં આજે 205 દર્દીઓ સ્વસ્થ થયા છે. જેને લઇને કુલ સ્વસ્થ થયેલા દર્દીઓનો આંકડો 20,049 પર પહોંચ્યો છે. અમદાવાદમાં આજે 3 દર્દીઓના મોત થયા છે, જેની સાથે અમદાવાદનો કોરોનાથી મૃત્યુઆંક 1569 પર પહોંચ્યો છે. હાલ અમદાવાદમાં 3730 એક્ટિવ કેસ છે.
આજના કોરોના વાયરસના કેસની વિગત
24/07/2020 | પોઝિટિવ કેસ |
અમદાવાદ | 176 |
સુરત | 309 |
વડોદરા | 92 |
ગાંધીનગર | 26 |
ભાવનગર | 39 |
બનાસકાંઠા | 26 |
આણંદ | 10 |
રાજકોટ | 59 |
અરવલ્લી | 7 |
મહેસાણા | 22 |
પંચમહાલ | 8 |
બોટાદ | 8 |
મહીસાગર | 2 |
ખેડા | 8 |
પાટણ | 20 |
જામનગર | 12 |
ભરૂચ | 30 |
સાબરકાંઠા | 9 |
ગીર સોમનાથ | 19 |
દાહોદ | 18 |
છોટા ઉદેપુર | 2 |
કચ્છ | 22 |
નર્મદા | 9 |
દેવભૂમિ દ્વારકા | 2 |
વલસાડ | 18 |
નવસારી | 19 |
જૂનાગઢ | 28 |
પોરબંદર | 1 |
સુરેન્દ્રનગર | 25 |
મોરબી | 6 |
તાપી | 10 |
ડાંગ | 0 |
અમરેલી | 26 |
અન્ય રાજ્ય | 0 |
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..