ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો: આજે કોરોનાનાં 3794 કેસો નોંધાયા, 53 લોકોના કોરોનાથી મોત, 8734 દર્દીઓએ કોરોનાને માત આપી

ગુજરાતમાં કોરોનાની બીજી લહેરમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. બીજી લહેરની પીક બાદ કોરોનાનાં કેસોમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. અને ધીમે ધીમે રાજ્યમાં કોરોનાનાં વળતાં પાણી હોય તેવું જણાઈ આવે છે. આજે રાજ્યમાં કોરોનાનાં 3794 કેસો નોંધાયા હતા. જ્યારે તેનાથી બમણા 8734 દર્દીઓ સાજા થયા હતા. આ ઉપરાંત છેલ્લા 24 કલાકમાં 53 દર્દીઓનાં મોત નિપજ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

રાજ્યમાં કોરોના કેસોનો કુલ આંક 7,84, 219 પર પહોંચ્યો છે. જ્યારે 7,03,760 દર્દીઓએ કોરોનાને માત આપી છે. તેમજ અત્યાર સુધી કુલ 9576 દર્દીઓને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આજે કુલ 1,68,248 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું. તેમજ કોરોના કેસોમાં ધરખમ ઘટાડો નોંધાતા રાજ્યનો રિકવરી રેટ વધીને 89.26 ટકા પર પહોંચ્યો છે. હાલ રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 80 હજારથી ઘટીને 75,134 પર પહોંચી છે. જેમાં 652 દર્દીઓ વેન્ટિલેટર પર છે. જ્યારે 74,482 દર્દીઓની હાલત સ્થિર છે.  

રાજ્યમાં જિલ્લાવાર કેસોની વિગતો પર નજર કરીએ તો, અમદાવાદમાં નવા 569 કેસ, 7નાં મોત, વડોદરમાં નવા 499 કેસ, 5નાં મોત, સુરતમાં નવા 445 કેસ, 7નાં મોત, રાજકોટમાં નવા 303 કેસ, 4નાં મોત, જામનગરમાં નવા 156 કેસ, 5નાં મોત, ગાંધીનગરમાં નવા 76 કેસ, એકનું મોત, ભાવનગરમાં 116 કેસ, 2નાં મોત, જૂનાગઢમાં નવા 134 કેસ, 2નાં મોત, સાબરકાંઠામાં 130, આણંદમાં 125, પંચમહાલમાં 105 કેસ, બનાસકાંઠા – મહેસાણામાં 99 – 99, પોરબંદરમાં 88 કેસ, કચ્છમાં 87, ખેડામાં 85, પાટણમાં 84, ભરૂચમાં 82 કેસ, અમરેલીમાં 81, દ્વારકામાં 58, નર્મદામાં 51 કેસ, નવસારીમાં 48, મહિસાગરમાં 46, વલસાડમાં 44 કેસ, ગીર સોમનાથમાં 42, દાહોદમાં 36, છોટા ઉદેપુરમાં 29 કેસ, સુરેન્દ્રનગરમાં 28, તાપીમાં 15, અરવલ્લીમાં 13 કેસ, બોટાદમાં 8, મોરબીમાં 7, ડાંગમાં 6 કેસ નોંધાયા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો