ગુજરાતમાં કોરોના મહામારીએ ભરડો લીધો છે. રાજ્ય સરકાર તથા તંત્રની રાત-દિવસની મહેનત છતાં કોરોના વાયરસને કાબૂમાં લેવો મુશ્કેલ બની રહ્યો છે તો ખાસ કરીને અમદાવાદમાં પરિસ્થિતિ સુધરવાને બદલે દિવસેને દિવસે બગડતી જાય છે. આ તમામ બાબતો વચ્ચે સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કેટલા કેસ નોંધાયા તે અંગેની માહિતી રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ એક પત્રકાર પરિષદ મારફતે આપી હતી.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના પોઝિટિવનાં વધુ 396 કેસ નોંધાયા છે. અને 27 લોકોનાં મોત નિપજ્યા છે. જેમાંથી 10 લોકોનાં મોત પ્રાથમિક રીતે કોરોનાને કારણે તો 17 લોકોને અન્ય પ્રકારની ગંભીર બીમારીઓ હતી. અને છેલ્લા 24 કલાકમાં 289 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ રાજ્યમાં કોરોનાનાં કેસનો કુલ આંક 13669 થયો છે. જ્યારે કોરોનાને લીધે કુલ મોતનો આંક 829 અને ડિસ્ચાર્જનો કુલ આંક 6169 થયો છે. ચિંતાની વાત એ છે કે, અમદાવાદમાં કોરોના કેસનો કુલ આંક 10 હજારને પાર થઈ ગયો છે
અમદાવાદમાં કોરોનાના નવા 277 કેસ નોંધાયા
અમદાવાદમાં સૌથી વધુ કેસ નોંધાયા છે તો વડોદરામાં છેલ્લા 24 કલાકમાં 277 કેસ કોરોના વાયરસના નોંધાયા છે. આ સાથે જ છેલ્લા 24 કલાકમાં 289 દર્દીઓ કોરોના વાયરસના ભરડામાંથી મુક્ત થતાં તેમની સારવાર બાદ દવાખાનામાંથી રજા આપવામાં આવી છે. ત્યારે અત્યાર સુધીમાં સમગ્ર રાજ્યમાં કુલ 6169 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે.
છેલ્લા 24 કલાકમાં કુલ 396 કેસ નોંધાયા હતા, જેમાંથી અમદાવાદમાં 277, સુરતમાં 29, વડોદરામાં 35, ગાંધીનગરમાં 9, આણંદમાં 3, રાજકોટમાં 4, અરવલ્લીમાં 5, મહેસાણામાં 4, મહીસાગર-ખેડા-પાટણમાં 2-2, ગીર સોમનાથમાં 6, નવસારીમાં 1, જૂનાગઢમાં 8, પોરબંદરમાં 1, સુરેન્દ્રનગરમાં 2, મોરબીમાં 1, તાપીમાં 3 અને અમરેલીમાં કુલ 2 કેસ નોંધાયા હતા.
24 કલાકમાં રાજ્યમાં મૃત્યુ પામેલ દર્દીઓની વિગત
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસની સારવાર દરમિયાન અવસાન પામેલા લોકોની વિગત આપતા અગ્ર સચિવ જયંતિ રવિએ કહ્યું હતું કે, ગત 24 કલાકમાં 27 દર્દીઓના મોત થયાં છે, આમ અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 829 લોકોના કોરોના બીમારીને કારણે મોત થયાં છે.
હાલ ગુજરાતમાં 73 દર્દીઓ વેન્ટિલેટર પર
આરોગ્ય સચિવ જયંતિ રવિએ પત્રકાર પરિષદને સંબોધન કરતા વધુમાં જણાવ્યું હતું કે, હાલ રાજ્યમાં કોરોનાના 73 દર્દીઓ વેન્ટિલેટર પર છે. આ સાથે જ 6598 લોકો સ્ટેબલ છે. આજના ટેસ્ટ વિશેની જાણકારી આપતા આરોગ્ય વિભાગે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં કુલ 178068 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં 13669 પોઝિટિવ આવ્યા છે તો 164399 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..