ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના નવા 549 કેસ નોંધાયા, 26ના મોત, કુલ કેસ 28 હજારને તો મૃત્યુઆંક 1700ને પાર

સમગ્ર દેશમાં કોરોના વાયરસ અટકાવાનું નામ જ નથી લઇ રહ્યો, ગુજરાતમાં પણ છેલ્લા 10 દિવસથી સતત 500થી વધુ કેસ નોંધાઇ રહ્યા છે. તો અમદાવાદની સ્થિતિ પણ હજી ગંભીર છે કારણ કે, સમગ્ર રાજ્યના સૌથી વધુ કોરોનાના કેસ અહીં નોંધાયા છે અને મૃત્યુદર પણ વધુ છે ત્યારે આ તમામ બાબતો વચ્ચે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે છેલ્લા 24 કલાકમાં સમગ્ર રાજ્યમાં નોંધાયેલા કોરોના વાયરસના કેસની માહિતી આપી હતી.

આરોગ્ય વિભાગે જાહેર કરેલ પ્રેસનોટ પ્રમાણે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 549 કેસ નોંધાયા છે. આ સાથે જ કોરોના સંક્રમિતોનો કુલ આંકડો 28,429‬ પર પહોંચ્યો છે. આપને જણાવી દઇએ કે, છેલ્લા 11 દિવસથી કોરોનાના વાયરસના 500થી વધુ કેસ નોંધાઇ રહ્યા છે જે ખરેખર ચિંતાજનક બાબત છે

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં નવા 235 કેસ નોંધાયા

અમદાવાદમાં સૌથી વધુ 235 કેસ નોંધાયા છે તો સુરતમાં છેલ્લા 24 કલાકમાં 175 નવા કેસ કોરોના વાયરસના નોંધાયા છે. આ સાથે જ છેલ્લા 24 કલાકમાં 604 દર્દીઓ કોરોના વાયરસના ભરડામાંથી મુક્ત થતાં તેમની સારવાર બાદ દવાખાનામાંથી રજા આપવામાં આવી છે. આમ, અત્યાર સુધીમાં સમગ્ર રાજ્યમાં કુલ 20,521 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે.

24 કલાકમાં નોંધાયેલા કેસની વિગત

23/06/2020 પોઝિટિવ કેસ
અમદાવાદ 235
સુરત 175
વડોદરા 42
જામનગર 12
ભરૂચ 11
ગાંધીનગર 10
ભાવનગર 8
નર્મદા 6
મહેસાણા 5
પંચમહાલ 4
મહીસાગર 4
કચ્છ 4
વલસાડ 4
નવસારી 4
ગીર સોમનાથ 3
સુરેન્દ્રનગર 3
અન્ય રાજ્ય 3
આણંદ 2
રાજકોટ 2
બોટાદ 2
પાટણ 2
સાબરકાંઠા 2
છોટા ઉદેપુર 2
અરવલ્લી 1
ખેડા 1
દાહોદ 1
અમરેલી 1

અમદાવાદ બાદ સુરતમાં કોરોનાના કેસમાં થઇ રહ્યો છે વધારો 

આપને જણાવી દઇએ કે, ગુજરાતમાં અમદાવાદ બાદ હવે ધીમે-ધીમે ડાયમંડ નગરી સુરતમાં કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. જે ખૂબ જ ચિંતાજનક બાબત છે. ઉલ્લેખનીય છે કે, 20 જૂનના રોજ 103, તો 21 જૂનના રોજ 176 કેસ તથા 22 જૂનના રોજ 132 કેસ નોંધાય હતા ત્યારે આજે ફરી નવા 175 કેસ નોંધાયા હતા. આમ સતત ચોથા દિવસે 100થી વધુ કેસ નોંધાયા છે.

24 કલાકમાં રાજ્યમાં મૃત્યુ પામેલ દર્દીઓની વિગત

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસની સારવાર દરમિયાન અવસાન પામેલા લોકોની વિગત પણ આ પ્રેસનોટમાં આપવામાં આવી હતી. જે પ્રમાણે ગત 24 કલાકમાં 26 દર્દીઓના મોત થયાં છે, આમ અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 1711 લોકોના કોરોના બીમારીને કારણે મોત થયાં છે. આ સાથે જ હાલ 62 લોકો વેન્ટિલેટર પર છે તો 6135 લોકો સ્ટેબલ છે અને 6197 કેસ એક્ટિવ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો