ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના 563 નવા કેસ નોંધાયા, 21ના મોત સાથે મૃત્યુઆંક 1685, કુલ કેસ 27,880

ગુજરાતમાં છેલ્લા 10 દિવસથી કોરોનાના કેસ 500થી વધુ નોંધાઇ રહ્યા છે. જે ખરેખર ચિંતાજનક બાબત છે. તો આજે પણ સૌથી વધુ અમદાવાદમાં રાજ્યના વધુ કેસ નોંધાયા હતા, ત્યારબાદ સુરતમાં ધીમે-ધીમે કોરોના વાયરસના કેસમાં વધારો નોંધાઇ રહ્યો હતો. આ તમામ બાબત વચ્ચે સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કેટલા કેસ નોંધાયા તે અંગેની માહિતી રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે આપી હતી.

આરોગ્ય વિભાગે જાહેર કરેલ પ્રેસનોટ પ્રમાણે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 563 કેસ નોંધાયા છે. આ સાથે જ કોરોના સંક્રમિતોનો કુલ આંકડો 27,880 પર પહોંચ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં નવા 273 કેસ નોંધાયા

અમદાવાદમાં સૌથી વધુ 314 કેસ નોંધાયા છે તો સુરતમાં છેલ્લા 24 કલાકમાં 132 નવા કેસ કોરોના વાયરસના નોંધાયા છે. આ સાથે જ છેલ્લા 24 કલાકમાં 560 દર્દીઓ કોરોના વાયરસના ભરડામાંથી મુક્ત થતાં તેમની સારવાર બાદ દવાખાનામાંથી રજા આપવામાં આવી છે. આમ, અત્યાર સુધીમાં સમગ્ર રાજ્યમાં કુલ 19,971 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે.

24 કલાકમાં નોંધાયેલા કેસની વિગત

22/06/2020 પોઝિટિવ કેસ
અમદાવાદ 314
સુરત 132
વડોદરા 44
જામનગર 10
ગાંધીનગર 7
નર્મદા 7
જૂનાગઢ 7
આણંદ 6
ભરૂચ 5
મહેસાણા 4
ભાવનગર 3
ખેડા 3
પાટણ 3
બોટાદ 2
મહીસાગર 2
સાબરકાંઠા 2
ગીર સોમનાથ 2
વલસાડ 2
અમરેલી 2
બનાસકાંઠા 1
રાજકોટ 1
પંચમહાલ 1
કચ્છ 1
નવસારી 1
સુરેન્દ્રનગર 1

અનલૉક બાદ પરિસ્થિતિ બગડી

મહત્વનું છે કે સતત 10 દિવસથી 500થી વધુ કેસ નોંધાયા છે ત્યારે જોઈએ તો અનલૉક એટલે 1 જૂનથી 22 જૂન સુધી કુલ 11086 કેસ નોંધાયા છે. જ્યારે મોતની વાત કરીએ તો આ સમયગાળા દરમ્યાન 647 મોત થયા છે. એટલે આ દ્રષ્ટિએ જોઈએ તો કુલ મોતની સંખ્યા 1685ના 38 ટકા મોત અનલૉક બાદ થઈ છે. જ્યારે 19 માર્ચે પ્રથમ કેસ ગુજરાતમાં નોંધાયા હતો અને ત્યાર બાદ 31 મે સુધી 1038 મોત નોંધાયા હતા. જેથી કહી શકાય કે અનલૉક બાદ પરિસ્થિતિ વધારે બગડી છે.

અમદાવાદ બાદ સુરતમાં કોરોનાના કેસમાં થઇ રહ્યો છે વધારો 

આપને જણાવી દઇએ કે, ગુજરાતમાં અમદાવાદ બાદ હવે ધીમે-ધીમે ડાયમંડ નગરી સુરતમાં કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. જે ખૂબ જ ચિંતાજનક બાબત છે. ઉલ્લેખનીય છે કે, 14 જૂનના રોજ 76, 15 જૂન 64, 16 જૂન 71, તો 17 જૂનના રોજ 65 નવા કેસ તથા 18 જૂનના રોજ 82 તો 19 જૂનના રોજ 93 કેસ નોંધાયા હતા. 20 103 કેસ થયાં હતા. તો ગઇકાલે 21 જૂનના રોજ 176 કેસ નોંધાયા હતા ત્યારે આજે ફરી એકવાર 132 કેસ નોંધાય હતા.

24 કલાકમાં રાજ્યમાં મૃત્યુ પામેલ દર્દીઓની વિગત

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસની સારવાર દરમિયાન અવસાન પામેલા લોકોની વિગત પણ આ પ્રેસનોટમાં આપવામાં આવી હતી. જે પ્રમાણે ગત 24 કલાકમાં 21 દર્દીઓના મોત થયાં છે, આમ અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 1664 લોકોના કોરોના બીમારીને કારણે મોત થયાં છે. આ સાથે જ હાલ 67 લોકો વેન્ટિલેટર પર છે તો 6211 લોકો સ્ટેબલ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો