ગુજરાતમાં કોરોના મહામારીની બીજી લહેર ધીમી પડી ગઇ છે. રાજ્યમાં કોરોના કેસ સતત ઘટી રહ્યા છે અને રિકવરી રેટ પણ હવે 98.09 ટકાએ પહોંચી ગયો છે. ગુજરાતમાં આજે સતત બીજા દિવસે કોરોનાના 200થી પણ ઓછા કેસ નોંધાયા છે જે એક રાહતભર્યા સમાચાર છે. આજે કોરોનાનાં નવા 151 કેસ નોંધાયા છે. બીજી તરફ રાજ્યમાં કોરોનાના કારણે આજે વધુ 2 દર્દીના મોત નીપજ્યા છે. વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં 619 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. ત્યાં જ આજે રાજ્યના 15 જિલ્લામાં એક પણ કેસ નોંધાયો નથી.
અત્યાર સુધીમાં રાજ્યના કુલ 10,034 નાગરિકોનો કોરોના ભરખી ગયો છે. બીજી તરફ આજે વધુ 619 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં સંક્રમિત થયેલા કુલ દર્દીઓમાંથી 8,06,812 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. છેલ્લી સ્થિતિ પ્રમાણે રાજ્યમાં કુલ 5639 દર્દી સારવાર હેઠળ છે. નાજુક સ્થિતિના કારણે 113 દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે.
ગુજરાતમાં આજે કોરોનાના નવા 151 કેસની સાથે આજે વધુ 2 દર્દીના મોત થયા છે. અમદાવાદ કોપોરેશન 36, સુરત કોર્પોરેશન 16, જુનાગઢ 10, સુરત 10, વડોદરા 10, રાજકોટ કોર્પોરેશન 9, વડોદરા કોર્પોરેશન 7, વલસાડ 6, ભરૂચ 5, ગીર સોમનાથ 5, કચ્છ 5, પંચમહાલ 4, અમરેલી 3, દેવભૂમિ દ્વારકા 3, જુનાગઢ કોર્પોરેશન 3, ખેડા 3, રાજકોટ 3, આણંદ 2, જામનગર કોર્પોરેશન 2, મહેસાણા 2, નવસારી 2, ભાવનગર, ભાવનગર કોર્પોરેશન, ગાંધીનગર કોર્પોરેશન, જામનગર, પોરબાંદરમાં 1-1 કેસ નોંધાયા છે.
છેલ્લી સ્થિતિ મુજબ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 5639 પહોંચી ગઈ છે. જ્યારે નાજુક સ્થિતિના કારણે કુલ 113 દર્દીઓને હાલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવેલા છે. જ્યારે 5526 દર્દીઓ સ્ટેબલ છે. ગુજરાતમાં રિકવરી રેટ હાલમાં 98.09% એ આવી ગયો છે. અત્યાર સુધીમાં 2,25,56,262 વ્યક્તિઓને કોરોનાની વેક્સિન આપવામાં આવી છે. જેમાં આજ વધુ 4,87,960 વ્યક્તિઓને કોરોના વેક્સિન આપવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..