ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1310 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 1,40,055 થયો

કોરોના મહામારીમાં ગુજરાતની સ્થિતિ ખુબ જ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. આજે રાજ્યમાં રોજેરોજ આવતા 1400થી વધુ પોઝિટિવ કેસમાં ઘટાડો થયો છે. રોજેરોજ ઊંચે જતા કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે 1310 પોઝિટિવ કેસ આવ્યા છે. ગુજરાતમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા વધીને 1,40,055એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ 15 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3478એ પહોંચ્યો છે. જ્યારે 1250 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. ગુજરાત માટે સૌથી મોટા ખુશ ખબર એ છે કે રાજ્યમાં સાજા થવાનો દર 85.55 ટકા છે. ત્યાં જ આજે રાજ્યમાં 56,732 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે સુરત કોર્પોરેશન 278, અમદાવાદ કોર્પોરેશન 198, રાજકોટ કોર્પોરેશન 151, વડોદરા કોર્પોરેશન 129, જામનગર કોર્પોરેશન 108, મહેસાણા 36, ભરૂચ 32, કચ્છ 31, અમરેલી 28, ગાંધીનગર કોર્પોરેશન 45, પાટણ 27, બનાસકાંઠા 26, જુનાગઢ કોર્પોરેશન 31, પંચમહાલ 21, સુરેન્દ્રનગર 21, મોરબી 20, ભાવનગર કોર્પોરેશન 26, નર્મદા 14, આણંદ 12, ખેડા 12, મહીસાગર 11, સાબરકાંઠા 11, દેવભૂમિ દ્વારકા 10, ગીર સોમનાથ 10, નવસારી 10, પોરબંદર 7, અરવલ્લી 6, દાહોદ 6, તાપી 5, વલસાડ 5, છોટા ઉદેપુર 3, બોટાદ 2 મળી કુલ 1310 કેસો મળ્યા છે.

આરોગ્ય વિભાગની અખબારી યાદીમાં વિતેલા 24 કલાકમાં અમદાવાદ કોર્પોરેશન 3, રાજકોટ કોર્પોરેશન 2, સુરત કોર્પોરેશન 2, વડોદરા કોર્પોરેશન 2, બનાસકાંઠા 1, ભાવનગર કોર્પોરેશન 1, ગાંધીનગર 1, જામનગર 1, રાજકોટ 1, સુરેન્દ્રનગર 1 વ્યક્તિએ દમ તોડયો હતો. આમ આજે વિતેલા 24 કલાકમાં કુલ 15 લોકોના મોત નિપજ્યા છે. ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3478એ પહોંચ્યો છે.

ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 119815 નાગરીકો સાજા થઈ ગયા છે. 3478ના અવસાન થયા છે. જ્યારે આજે છેલ્લી સ્થિતિ મુજબ 16,762 સારવાર હેઠળના દર્દીઓ પૈકી 84 વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને 16,678 સ્ટેબલ છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો