ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ઘટયું: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 875 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 1,74,679 થયો

ગુજરાત (Gujarat)માં કોરોનાની સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. પરંતુ સારી વાત એ છે કે, રાજ્યમાં કોરોનાના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં ઘટાડો થયો છે. છેલ્લા કેટલાક દિવસથી કોરોના વાયરસ (CoronaVirus)ના કેસ 1000થી પણ ઓછા આવી રહ્યા છે. ત્યાં જ આજે કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે 875 પોઝિટિવ કેસ આવ્યા છે (Today 875 Corona Positive Case In Gujarat). ગુજરાતમાં કોવિડ-19 (Covid-19)ના કુલ કેસોની સંખ્યા વધીને 1,74,679એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ 4 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3728એ પહોંચ્યો છે. જ્યારે 1004લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. ગુજરાત માટે સૌથી મોટા ખુશ ખબર એ છે કે રાજ્યમાં સાજા થવાનો દર 90.60 ટકા છે. ત્યાં જ આજે રાજ્યમાં 52,880 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં રાજ્ય ભરમાં 61,57,811 ટેસ્ટ કરાયા છે.

કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં સુરત કોર્પોરેશન 157, અમદાવાદ કોર્પોરેશન 156, વડોદરા કોર્પોરેશન 70, સુરત 49, વડોદરા 40, રાજકોટ કોર્પોરેશન 36, પાટણ 23, જામનગર કોર્પોરેશન 22, અમદાવાદ 21, મહેસાણા 21, બનાસકાંઠા 18, ભરૂચ 16, પંચમહાલ 16, ગાંધીનગર 15, ગાંધીનગર કોર્પોરેશન 15, અમરેલી 14, આણંદ 14, અરવલ્લી 14, જુનાગઢ 13, મોરબી 13, સાબરકાંઠા 13, સુરેન્દ્રનગર 13, ગીર સોમનાથ 10, જામનગર 10, ખેડા 10, મહીસાગર 9, ભાવનગર કોર્પોરેશન 8, કચ્છ 8, જુનાગઢ કોર્પોરેશન 7, નવસારી 6, પોરબંદર 6, રાજકોટ 6, દાહોદ 5, દેવભૂમિ દ્વારકા 5, નર્મદા 5, છોટા ઉદેપુર 4, તાપી 4, બોટાદ 2, ભાવનગર 1 કેસ સામે આવ્યા છે.

આરોગ્ય વિભાગની અખબારી યાદીમાં વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં મોતનો આંકડો ઘટ્યો છે. આજે રાજ્યમાં 4 દર્દીના મોત નિપજ્યા છે. આજે અમદાવાદ કોર્પોરેશન 2, સુરત કોર્પોરેશન 1, બનાસકાંઠા 1 વ્યક્તિએ દમ તોડયો હતો. આમ આજે વિતેલા 24 કલાકમાં કુલ 4 લોકોના મોત નિપજ્યા છે. ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3728એ પહોંચ્યો છે.

ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 1,55,251 નાગરીકો સાજા થઈ ગયા છે. 3728ના અવસાન થયા છે. જ્યારે આજે છેલ્લી સ્થિતિ મુજબ 12,700 સારવાર હેઠળના દર્દીઓ પૈકી 58 વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને 12,642 સ્ટેબલ છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો