ગુજરાતમાં કોરોના વાયરસના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. છેલ્લા 19 દિવસમાં કોરોનાના ફરી એકવાર 500થી વધુ કેસ નોંધાયા છે. જે ખરેખર ચિંતાજનક આંકડો છે. તો આજેપણ સૌથી વધુ અમદાવાદમાં કોરોનાના કેસ નોંધાયા છે. આ તમામ બાબત વચ્ચે સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કેટલા કેસ નોંધાયા તે અંગેની માહિતી રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે આપી હતી.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
અમદાવાદમાં સૌથી વધુ 312 કેસ નોંધાયા છે તો સુરતમાં છેલ્લા 24 કલાકમાં 93 નવા કેસ કોરોના વાયરસના નોંધાયા છે. આ સાથે જ છેલ્લા 24 કલાકમાં 340 દર્દીઓ કોરોના વાયરસના ભરડામાંથી મુક્ત થતાં તેમની સારવાર બાદ દવાખાનામાંથી રજા આપવામાં આવી છે. આમ, અત્યાર સુધીમાં સમગ્ર રાજ્યમાં કુલ 18,167 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે.
છેલ્લા અઠવાડિયામાં નોંધાયા 3636 કેસ
આપને જણાવી દઇએ કે, છેલ્લા 19 દિવસમાં ગુજરાતમાં કોરોના વાયરસના 500થી કેસ નોંધાયા હોય તેવી આ 10મી ઘટના છે. તો ફરીવાર 500થી વધુ કેસ આવતા છેલ્લાં અઠવાડિયામાં 3636 કેસ નોંધાયા છે અને રાજ્યમાં થતાં મોતની વાત કરીએ તો દરરોજ સરેરાશ 29 લોકોના મોત થાય છે.
24 કલાકમાં નોંધાયેલા કેસની વિગત
19/06/2020 | પોઝિટિવ કેસ |
અમદાવાદ | 312 |
સુરત | 93 |
વડોદરા | 45 |
મહેસાણા | 12 |
ગાંધીનગર | 9 |
જામનગર | 9 |
ભરૂચ | 9 |
પાટણ | 8 |
અરવલ્લી | 7 |
રાજકોટ | 5 |
કચ્છ | 4 |
નર્મદા | 4 |
જૂનાગઢ | 4 |
વલસાડ | 3 |
ભાવનગર | 2 |
ખેડા | 2 |
સાબરકાંઠા | 2 |
દાહોદ | 2 |
સુરેન્દ્રનગર | 2 |
બનાસકાંઠા | 1 |
આણંદ | 1 |
પંચમહાલ | 1 |
મહીસાગર | 1 |
છોટા ઉદેપુર | 1 |
નવસારી | 1 |
24 કલાકમાં રાજ્યમાં મૃત્યુ પામેલ દર્દીઓની વિગત
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસની સારવાર દરમિયાન અવસાન પામેલા લોકોની વિગત પણ આ પ્રેસનોટમાં આપવામાં આવી હતી. જે પ્રમાણે ગત 24 કલાકમાં 27 દર્દીઓના મોત થયાં છે, આમ અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 1619 લોકોના કોરોના બીમારીને કારણે મોત થયાં છે. આ સાથે જ હાલ 67 લોકો વેન્ટિલેટર પર છે તો 6412 લોકો સ્ટેબલ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..