ગુજરાતમાં કોરોનાનાં કેસનો રાફળો ફાટ્યો, સુરત-અમદાવાદમાં સંક્રમણ સૌથી વધારે: આજે રેકોર્ડબ્રેક 965 કેસ નોંધાયા: કુલ કેસ 48,441 થયા: મૃત્યુઆંક 2147 થયો

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસ વધી રહ્યું છે. અમદાવાદ બાદ હવે સુરતમાં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે આજ રોજ કેન્દ્રીય આરોગ્ય ટીમે સુરત, અમદાવાદ અને ગાંધીનગરની ગઇકાલે સમીક્ષા કરી હતી.ત્યારે રાજ્યમાં આજે નોંધાયેલા કોવિડ-19ના કેસની માહિતી રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે આપી હતી. ગુજરાતમાં સતત સાતમા દિવસે કોરોનાના 900થી વધુ કેસ નોંધાયા છે. રાજ્ય સરકાર દ્વારા આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 965 કેસ નોંધાયા છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના અત્યાર સુધીના સૌથી વધુ 960 કેસ નોંધાતા કુલ આંકડો 48,441 પર પહોંચ્યો છે. જ્યારે 877 દર્દીઓ સાજા થતાં અત્યાર સુધીમાં કુલ 34,881 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આ તમામને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાએ છેલ્લા 24 કલાકમાં કોરોનાએ 20 દર્દીનો ભોગ લીધો છે. જેથી અત્યાર સુધીમાં રાજ્યમાં 2,147 દર્દીઓના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે.

સતત સાતમા દિવસે નોંધાયા 900ને પાર કોરોનાના કેસ

રાજ્યમાં અનલૉક બાદથી કોરોનાના સંક્રમણની ગતિ વધી છે અને દર્દીઓનો આંકડો સતત વધી રહ્યો છે. ત્યારે અનલૉક બાદ 13 જુલાઇના રોજ ગુજરાતમાં પ્રથમ વખત 902 કેસ નોંધાયા હતા. તો 14 જુલાઇના રોજ 915 કેસ નોંધાયા હતા. 15 જુલાઇના રોજ 925 કેસ નોંધાયા હતા. તો 16 જુલાઇ 919 કેસ અને 17 જુલાઇના રોજ 949 કેસ તો 18 જુલાઇના રોજ 960 કેસ અને આજે 965 કેસ નોંધાતા ચિંતામાં ફરી વધારો થયો છે.

સુરતમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. અમદાવાદ બાદ સૌથી વધુ સુરતમાં કેસ નોંધાઇ રહ્યા છે. આજે સુરતમાં 285 નવા કોરોનાના કેસ નોંધાયા છે. જેમાં સુરત કોર્પોરેશનમાં 206 અને સુરત જિલ્લામાં 79 કેસ નોંધાયા છે. આ સાથે સુરતમાં કોરોનાનો કુલ આંકડો 9694 પર પહોંચ્યો છે. સુરતમાં આજે 207 દર્દીઓ સ્વસ્થ થયા છે. જેથી કુલ સ્વસ્થ થયેલા દર્દીનો આંકડો 6624 પર પહોંચ્યો છે. તો આજે સુરતમાં 9 દર્દીઓના મોત થયા છે. આ સાથે સુરતમાં અત્યાર સુધીમાં કુલ 261 દર્દીના મૃત્યુ થયા છે. સુરતમાં હાલ 2809 એક્ટિવ કેસ છે.

છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 212 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 186 અને અમદાવાદ જિલ્લામાં 26 કેસ નોંધાયા છે. આ સાથે અમદાવાદમાં કોરોનાનો કુલ આંકડો 24, 375 પર પહોંચ્યો છે. અમદાવાદમાં આજે 167 દર્દીઓ સ્વસ્થ થયા છે. જેને લઇને કુલ સ્વસ્થ થયેલા દર્દીઓનો આંકડો 19024 પર પહોંચ્યો છે. અમદાવાદમાં આજે 6 દર્દીઓના મોત થયા છે, જેની સાથે અમદાવાદનો કોરોનાથી મૃત્યુઆંક 1549 પર પહોંચ્યો છે. હાલ અમદાવાદમાં 3802 એક્ટિવ કેસ છે.

આજના કોરોના વાયરસના કેસની વિગત

19/07/2020 પોઝિટિવ કેસ
અમદાવાદ 212
સુરત 285
વડોદરા 79
ગાંધીનગર 30
ભાવનગર 35
બનાસકાંઠા 21
આણંદ 7
રાજકોટ 49
અરવલ્લી 4
મહેસાણા 22
પંચમહાલ 16
બોટાદ 2
મહીસાગર 5
ખેડા 12
પાટણ 14
જામનગર 10
ભરૂચ 18
સાબરકાંઠા 10
ગીર સોમનાથ 2
દાહોદ 19
છોટા ઉદેપુર 1
કચ્છ 19
નર્મદા 3
દેવભૂમિ દ્વારકા 0
વલસાડ 14
નવસારી 11
જૂનાગઢ 15
પોરબંદર 1
સુરેન્દ્રનગર 15
મોરબી 9
તાપી 12
ડાંગ 0
અમરેલી 13
અન્ય રાજ્ય 0

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો