ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 366 પોઝિટિવ કેસો નોંધાયા છે. અને છેલ્લા 24 કલાકમાં 35 લોકોનાં મોત નિપજ્યા છે. જેમાંથી 13 લોકોનાં પ્રાથમિક રીતે કોરોનાને કારણે અને 22 લોકોને અન્ય પ્રકારની ગંભીર બીમારીઓ હતી. તો છેલ્લા 24 કલાકમાં 305 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ રાજ્યમાં કોરોના પોઝિટિવનો કુલ આંક 11746 થયો છે. અને કુલ મોતનો આંક 694 થયો છે. જ્યારે અત્યાર સુધી 4804 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
આજે નોંધાયેલ 366 પોઝિટિવ કેસોની વાત કરીએ તો, અમદાવાદમાં 263, સુરતમાં 33, વડોદરામાં 22, ગાંધીનગરમાં 12, ભાવનગરમાં 4, રાજકોટમાં 1, અરવલ્લીમાં 3, મહીસાગરમાં 2, ખેડામાં 1, પાટણમાં 7, સાબરકાંઠામાં 1, દાહોદમાં 4, કચ્છમાં 3, વલસાડમાં 6, જૂનાગઢમાં 3 અને સુરેન્દ્રનગરમાં 1 કેસ નોંધાયા હતા.
ગુજરાતમાં અત્યાર સુધીના કુલ પોઝિટિવ દર્દીનો આંક 11746 થયો છે. જેમાંથી 38 દર્દીઓની હાલત ગંભીર છે. અને વેન્ટિલેટર પર છે. તો 6210 લોકો સ્ટેબલ છે. જ્યારે 4804 દર્દીઓને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. અને કુલ 694 લોકોનાં મોત નિપજ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 35 લોકોનાં મોત નિપજ્યા છે. જેમાંથી અમદાવાદમાં જ 31 લોકોનાં મોત થયા છે. અને સુરતમાં 2, પાટણ અને ભરૂચમાં એક-એક દર્દીનાં મોત નિપજ્યા છે.
હાલ ગુજરાતમાં 38 દર્દીઓ વેન્ટિલેટર પર
આરોગ્ય સચિવ જયંતિ રવિએ પત્રકાર પરિષદને સંબોધન કરતા વધુમાં જણાવ્યું હતું કે, હાલ રાજ્યમાં કોરોનાના 38 દર્દીઓ વેન્ટિલેટર પર છે. આ સાથે જ લોકો સ્ટેબલ છે. આજના ટેસ્ટ વિશેની જાણકારી આપતા આરોગ્ય વિભાગે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં કુલ 148824 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં 11746 પોઝિટિવ આવ્યા છે તો 137078 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..