ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 510 નવા કેસ, 31ના મોત સાથે મૃત્યુઆંક 1592, કુલ કેસ 25,658 થયા

ગુજરાતમાં કોરોના વાયરસના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. આજે સતત નવમી વખત કોરોનાના 500થી વધુ કેસ નોંધાયા છે. જે ખરેખર ચિંતાજનક આંકડો છે. રાજ્યમાં સૌથી વધુ અમદાવાદમાં કોરોનાના કેસ નોંધાયા છે. આ તમામ બાબત વચ્ચે સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કેટલા કેસ નોંધાયા તે અંગેની માહિતી રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે આપી હતી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

આરોગ્ય વિભાગે સત્તાવાર રીતે જાહેર કરેલા આંકડા અનુસાર, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કુલ 510 નવા કોરોના વાયરસના કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 25,658 થઇ છે. આપને જણાવી દઇએ કે, છેલ્લા 18 દિવસમાં નવમી વખત ગુજરાતમાં કોરોના વાયરસના 500થી કેસ નોંધાયા છે.

અમદાવાદમાં કોરોનાના નવા 317 કેસ નોંધાયા

અમદાવાદમાં સૌથી વધુ 317 કેસ નોંધાયા છે તો સુરતમાં છેલ્લા 24 કલાકમાં 82 નવા કેસ કોરોના વાયરસના નોંધાયા છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં 389 દર્દીઓએ સાજા થયા છે. આ દર્દીઓને સારવાર બાદ સ્વસ્થ થતા રજા આપવામાં આવી છે. આમ, અત્યાર સુધીમાં સમગ્ર રાજ્યમાં કુલ 17,829 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે.

24 કલાકમાં નોંધાયેલા કેસની વિગત

18/06/2020 પોઝિટિવ કેસ
અમદાવાદ 317
સુરત 82
વડોદરા 43
ગાંધીનગર 11
ભરૂચ 9
જામનગર 7
આણંદ 6
અરવલ્લી 5
પાટણ 5
ભાવનગર 4
બનાસકાંઠા 3
નવસારી 3
પંચમહાલ 2
સાબરકાંઠા 2
અમરેલી 2
અન્ય રાજ્ય 2
રાજકોટ 1
બોટાદ 1
ખેડા 1
નર્મદા 1
જૂનાગઢ 1
સુરેન્દ્રનગર 1
મોરબી 1

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો