ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત: છેલ્લાં 24 કલાકમાં નવા 1126 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 80,932 થયો

કોરોના મહામારીમાં ગુજરાતની સ્થિતિ ખુબ જ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. આજે રાજ્યમાં કોરાનાનાં કેસ ગઇ કાલ કરતા વધી ગયા છે. રોજેરોજ ઊંચે જતા કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે 1126 પોઝિટિવ રિપોર્ટ ઉમેરતા ગુજરાતમાં કોવિડ-19ના કૂલ કેસોની સંખ્યા વધીને 80,932એ પહોંચી છે. જ્યારે રાજ્ય વધુ 20 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 2822એ પહોંચ્યો છે. જ્યારે 1131 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. ગુજરાત માટે સૌથી મોટા ખુશ ખબર એ છે કે રાજ્યમાં સાજા થવાનો દર 78.71 ટકા છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં દરરોજ ટેસ્ટની સંખ્યા વધારવામાં આવી રહી છે. આખા રાજ્યમાં ખાનગી અને સરકારી મળીને કુલ 62 લેબ કાર્યરત છે. ત્યાં જ આજે રાજ્યમાં 57,234 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

આજના કેસ

18/08/2020 પોઝિટિવ કેસ
સુરત 252
અમદાવાદ 165
વડોદરા 111
રાજકોટ 98
જામનગર 58
મોરબી 46
ભાવનગર 43
પંચમહાલ 39
દાહોદ 28
ગાંધીનગર 27
બનાસકાંઠા 26
ભરૂચ 26
જૂનાગઢ 21
મહેસાણા 18
કચ્છ 17
મહીસાગર 15
ગીર સોમનાથ 15
અમરેલી 15
પાટણ 10
વલસાડ 10
નવસારી 10
સુરેન્દ્રનગર 10
પોરબંદર 9
આણંદ 8
અન્ય રાજ્ય 8
ખેડા 7
નર્મદા 7
સાબરકાંઠા 6
છોટા ઉદેપુર 6
દેવભૂમિ દ્વારકા 5
અરવલ્લી 3
બોટાદ 3
તાપી 3
ડાંગ 1

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

આરોગ્ય વિભાગની અખબારી યાદીમાં વિતેલા 24 કલાકમાં અમદાવાદ કોર્પોરેશન 4, સુરત કોર્પોરેશન 4, સુરત 3, અમરેલી 2, ભાવનગર 2, કચ્છ 2, ગીર સોમનાથ 1, રાજકોટ 1, વડોદરા કોપોરેશન 1 વ્યક્તિએ દમ તોડયો હતો. આમ આજે વિતેલા 24 કલાકમાં કુલ 20 લોકોના મોત નિપજ્યા છે. ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 2822એ પહોંચ્યો છે.

ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 63,710 નાગરીકો સાજા થઈ ગયા છે. 2822ના અવસાન થયા છે. જ્યારે આજે છેલ્લી સ્થિતિ મુજબ 14,410 સારવાર હેઠળના દર્દીઓ પૈકી 78 વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને 14,332 સ્ટેબલ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો