ગુજરાતમાં એકબાજુ તાઉ તે વાવાઝોડાની આફત માથે છે. તેવામાં આજે રાજ્યમાં કોરોનાને લઈને થોડા રાહતના સમાચાર છે. આજે રાજ્યમાં કોરોના કેસોમાં ઘટાડો નોંધાયો છે. આજે રાજ્યમાં 7135 કેસો નોંધાયા છે. જ્યારે 81 દર્દીઓનાં મોત નિપજ્યા છે. અને 12,342 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. અને રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ 85.68 ટકા પર પહોંચ્યો છે.
ગુજરાતમાં કોરોનાનાં કેસોનો કુલ આંક 7,59,754 પર પહોંચ્યો છે. જ્યારે 6,50,932 લોકોએ કોરોનાને માત આપી છે. અને રાજ્યમાં કુલ 9202 દર્દીઓનાં મોત નિપજ્યા છે. હાલ રાજ્યમાં 99620 એક્ટિવ કેસો છે. જેમાંથી 762 દર્દીઓ વેન્ટિલેટર પર છે અને 98858 દર્દીઓની હાલત સ્થિર છે.
રાજ્યમાં આજે અમદાવાદમાં કોરોનાના નવા 2377 કેસ, 12નાં મોત નિપજ્યા હતા. જ્યારે વડોદરામાં નવા 701 કેસ, 8નાં મોત, સુરતમાં નવા 518 કેસ, 10નાં મોત, રાજકોટમાં 279 નવા કેસ, 8નાં મોત, જામનગરમાં નવા 283 કેસ, 5નાં મોત, ભાવનગરમાં નવા 190 કેસ, 4નાં મોત, જૂનાગઢમાં નવા 382 કેસ, 6નાં મોત, ગાંધીનગરમાં નવા 166 કેસ, 2નાં મોત નિપજ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..