ગુજરાતના અગ્ર આરોગ્ય સચિવ જયંતિ રવિએ પત્રકાર પરિષદમાં આજે રાજ્યમાં 105 નવા કેસ થયા છે. જેમાં 42 અમદાવાદમાં, 35 કેસ સુરતમાં નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ 871 પોઝિટિવ કેસ થયા છે. રાજ્યમાં કુલ 64 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જ્યારે ત્રણ નવા મોત સાથે મૃત્યાંક 36 થયો છે.રાજ્યમાં 24 કલાકમાં 2971 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જ્યારે અત્યારસુધીમાં 20204 ટેસ્ટ થયાહોવાનું આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છે.
ગુજરાતમાં નવા કેસ 105 કેસ નોંધાયા છે. અને 3ના મોત થયા છે. કુલ કેસની સંખ્યા 371 પર પહોંચી છે જ્યારે કુલ મોતનો આંકડો 36 પર પહોંચ્યો છે.
ક્યાં ક્યા નોંધાયા નવા કેસ
- અમદાવાદમાં 42
- સુરતમાં 35
- વડોદરામાં 6
- રાજકોટમાં 3
- બનાસકાંઠા 4
- આણંદ 8
- નર્મદા 4
- ગાંધીનગર 1
- ખેડા 1
- પંચમહાલ 1
- કુલ કેસ 871
કોરનાના 3 દર્દીના આજે મોત થયા છે.
કચ્છ, બોટાદ અને અમદાવાદમાં એક એક વ્યક્તિનું કોરનાથી મોત થયું હતુ. આ સાથે જ ગુજરાતમાં કુલ 36 લોકોના મોત થઈ ચુક્યા છે.
રાજ્યમાં 871પોઝિટિવ કેસ, 36મોત અને 64ડિસ્ચાર્જ
શહેર | પોઝિટિવ કેસ | મોત | ડિસ્ચાર્જ |
અમદાવાદ | 492 | 17 | 17 |
વડોદરા | 127 | 05 | 07 |
સુરત | 86 | 05 | 09 |
રાજકોટ | 27 | 00 | 08 |
ભાવનગર | 26 | 03 | 07 |
આણંદ | 25 | 00 | 00 |
ગાંધીનગર | 17 | 01 | 08 |
પાટણ | 14 | 01 | 04 |
ભરૂચ | 13 | 00 | 00 |
પંચમહાલ | 06 | 01 | 00 |
બનાસકાંઠા | 06 | 00 | 00 |
નર્મદા | 06 | 00 | 00 |
છોટાઉદેપુર | 05 | 00 | 00 |
કચ્છ | 04 | 01 | 00 |
મહેસાણા | 04 | 00 | 00 |
પોરબંદર | 03 | 00 | 03 |
ગીર-સોમનાથ | 02 | 00 | 01 |
દાહોદ | 02 | 00 | 00 |
ખેડા | 02 | 00 | 00 |
જામનગર | 01 | 01 | 00 |
મોરબી | 01 | 00 | 00 |
સાબરકાંઠા | 01 | 00 | 00 |
બોટાદ | 01 | 01 | 00 |
કુલ | 871 | 36 | 64 |
કોરોના સંભવિત-સંક્રમિતના સંપર્કમાં આવનાર માટે WHOની ગાઈડલાઈન
> જેમને પણ કોરોનાના લક્ષણો દેખાય અથવા જેમનો ટેસ્ટ કરાયો હોય અને રિઝલ્ટ બાકી હોય તેમણે જાહેરમાં સંપર્કમાં આવવાનું ટાળવું.
> કોરોના પોઝિટિવ રિપોર્ટ આવે તે દર્દીના સંપર્કમાં આવનારા તમામ લોકોને ક્વોરન્ટીન કરવા અને તેમના પણ ટેસ્ટ કરાવવા.
> જેમનો પણ કોરોના ટેસ્ટ કરાવ્યો હોય તેમણે રિઝલ્ટ ન આવે ત્યાં સુધી કોઈને સ્પર્શ ન કરવો, 1 મીટરથી નજીકના દાયરામાં ન જવું
> કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોય તેવા દર્દીને 14 દિવસ સુધી કોવિડ હોસ્પિટલમાં સંપૂર્ણ આઈસોલેશનમાં રાખવા.
> તમામ હળવા કેસને આરોગ્ય સુવિધામાં ન લઈ જઈ શકાય તો જોખમી પરિબળોના આધારે તેમને ઘરે કે અન્ય સ્થળે ક્વોરન્ટીન કરવા.
> જે પણ લોકો કોરોના પોઝિટિવ દર્દીના રૂબરૂ સંપર્કમાં આવ્યા હોય તેમણે 14 દિવસ દરમિયાન રિપિટ કોરોના ટેસ્ટ કરાવવા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો