ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના 340 નવા કેસ, 20 દર્દીના મોત, 282 ડિસ્ચાર્જ, મૃત્યુઆંક 606 અને કુલ કેસ 9,932

કોરોના આફતે જાણે ગુજરાતના બાનમાં લીધું હોય તેવા હાલ છે. અમદાવાદમાં ચિંતાજનક રીતે કોરોના વાયરસના કેસ નોંધાયા છે. તંત્ર અને સરકાર આ આફત સામે લડવા માટે સતત મહેનત કરી રહી છે. આ તમામ બાબતો વચ્ચે સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કેટલા કેસ નોંધાયા તે અંગેની માહિતી રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ એક પત્રકાર પરિષદ મારફતે આપી હતી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસની વિગત આપતા કહ્યું હતું કે, છેલ્લા 24 કલાકમાં કુલ 340 નવા કોરોના વાયરસના કેસ નોઁધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 9932 થઇ છે.

અમદાવાદમાં કોરોનાના નવા 261 કેસ નોંધાયા

અમદાવાદમાં સૌથી વધુ 261 કેસ નોંધાયા છે તો સુરતમાં છેલ્લા 24 કલાકમાં 32 કેસ કોરોના વાયરસના નોંધાયા છે. આ સાથે જ છેલ્લા 24 કલાકમાં 282 દર્દીઓ કોરોના વાયરસના ભરડામાંથી મુક્ત થતાં તેમની સારવાર બાદ દવાખાનામાંથી રજા આપવામાં આવી છે. ત્યારે અત્યાર સુધીમાં સમગ્ર રાજ્યમાં કુલ 4035 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે.

24 કલાકમાં રાજ્યમાં મૃત્યુ પામેલ દર્દીઓની વિગત

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસની સારવાર દરમિયાન અવસાન પામેલા લોકોની વિગત આપતા અગ્ર સચિવ જયંતિ રવિએ કહ્યું હતું કે, ગત 24 કલાકમાં 20 દર્દીઓના મોત થયાં છે, આમ અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 606 લોકોના કોરોના બીમારીને કારણે મોત થયાં છે.

છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસની વિગત

  • અમદાવાદ 261
  • વડોદરા 15
  • સુરત 32
  • રાજકોટ 12
  • ગાંધીનગર 11
  • પાટણ 1
  • ગીર-સોમનાથ 1
  • ખેડા 1
  • જામનગર 2
  • સાબરકાંઠા 1
  • અરવલ્લી 1
  • મહીસાગર 1
  • સુરેન્દ્રનગર 1
  • કુલ 340

હાલ ગુજરાતમાં 43 દર્દીઓ વેન્ટિલેટર પર

આરોગ્ય સચિવ જયંતિ રવિએ પત્રકાર પરિષદને સંબોધન કરતા વધુમાં જણાવ્યું હતું કે, હાલ રાજ્યમાં કોરોનાના 43 દર્દીઓ વેન્ટિલેટર પર છે. આ સાથે જ લોકો સ્ટેબલ છે. આજના ટેસ્ટ વિશેની જાણકારી આપતા આરોગ્ય વિભાગે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં કુલ 127859 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં 9932 પોઝિટિવ આવ્યા છે તો 117927 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.

જિલ્લા પોઝિટિવ કેસ સાજા થયા મૃત્યુ
Ahmedabad 7171 2382 479
Baroda 620 371 32
Surat 1015 634 47
Rajkot 78 51 2
Bhavnagar 103 69 7
Anand 82 70 8
Bharuch 32 25 2
Gandhinagar 157 62 5
Patan 35 22 2
Panchmahal 68 48 5
Banaskantha 83 49 3
Narmada 13 12 0
Chhota Udepur 21 14 0
Kutch 14 6 1
Mehsana 73 40 3
Botad 56 41 1
Porbandar 4 3 0
Dahod 20 11 0
Gir Somnath 23 3 0
Kheda 34 15 1
Jamnagar 34 3 2
Morbi 2 1 0
Sabarkantha 29 9 2
Arvalli 77 41 2
Mahisagar 48 35 1
Tapi 2 2 0
Valsad 6 4 1
Navsari 8 7 0
Dang 2 2 0
Surendranagar 4 1 0
Devbhoomi Dwarka 12 0 0
Junagadh 4 2 0
Amreli 1 0 0
Other State (Rajasthan) 1 0 0
TOTAL 9932 4035 606

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો