ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત: છેલ્લાં 24 કલાકમાં નવા 1094 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 77,663 થયો

ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં 1094 કોરોનાના દર્દીઓ નોંધાયા. જ્યારે 1015 સાજા થયા અને 19ના મોત થયા છે. રાજ્યમાં અત્યાર સુધી કોરોનાના કુલ ઍક્ટિવ કેસ 14359 છે જ્યારે કુલ મોત 2767 છે.

આરોગ્ય વિભાગે જાહેર કરેલ પ્રેસનોટ પ્રમાણે ગુજરાતમાં કોરોના દર્દીઓનો કુલ આંકડો 77000ને પાર પહોંચ્યો છે. જ્યારે કુલ મોતની વાત કરીએ તો 2767 થયો છે અને કુલ ઍક્ટિવ કેસની સંખ્યા 14359 છે અને 60537 દર્દીઓ અત્યાર સુધી સાજા થયા છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

આજે સૌથી વધુ કેસ ક્યાં નોંધાયા?

કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે સુરત કોપોરેશન 166, અમદાવાદ કોપોરેશન 148, વડોદરા કોપોરેશન 96, સુરત 68, રાજકોટ કોપોરેશન 64, જામનગર કોપોરેશન 52, પંચમહાલ 43, મોરબી 39, રાજકોટ 31, અમરેલી 30, કચ્છ 29, ભરૂચ 24, ગાંધીનગર 20, ગીર સોમનાથ 20, ભાવનગર કોપોરેશન 19, દાહોદ 17, મહેસાણા 16, પાટણ 16, સુરેન્દ્રનગર 16, ભાવનગર 15, ખેડા 15, અમદાવાદ 14, જુનાગઢ 14, જુનાગઢ કોપોરેશન 13, બનાસકાંઠા 11, નવસારી 11, વડોદરા 11, પોરબંદર 10, ગાંધીનગર કોપોરેશન 9, આણંદ 8, બોટાદ 7, વલસાડ 7, છોટા ઉદેપુર 5, દેવભૂમિ દ્વારકા 5, સાબરકાંઠા 5, અરવલ્લી 4, જામનગર 4, તાપી 4, મહીસાગર 2, નર્મદા 2, અન્ય રાજ્ય 4 કેસો મળી કુલ 1094 કેસો મળ્યા છે.

આરોગ્ય વિભાગની અખબારી યાદીમાં વિતેલા 24 કલાકમાં સુરત 5, સુરત કોપોરેશન 4, અમદાવાદ કોપોરેશન 3, વડોદરા કોપોરેશન 2, ગીર સોમનાથ 1, જુનાગઢ 1, મહેસાણા 1, મોરબી 1, રાજકોટ 1 વ્યક્તિએ દમ તોડયો હતો. આમ આજે વિતેલા 24 કલાકમાં કુલ 19 લોકોના મોત નિપજ્યા છે. ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 2767એ પહોંચ્યો છે.

આપને જણાવી દઇએ કે, રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથેની તાજેતરમાં યોજાયેલી બેઠકમાં પ્રધાનમંત્રી મોદીએ ગુજરાત સહિત અનેક રાજ્યોમાં કોરોના ટેસ્ટિંગ વધારવાને લઇને મુખ્યમંત્રીઓને અપીલ કરી હતી ત્યારે ગુજરાતમાં છેલ્લા 4 દિવસથી 50 હજારથી ટેસ્ટ કરવામાં આવે છે. જેમાં આજે ચોથા દિવસે 51,217 ટેસ્ટ કરાયા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો