આજે અમદાવાદમાં નવા 22 કેસ સાથે ગુજરાતમાં નવા પોઝિટિવ 33 કેસ, કુલ આંકડો 650 પહોંચ્યો : જયંતિ રવિ

કોરોના સંકટ રાજ્યમાં દિવસેને દિવસે ઘેરું બની રહ્યું છે.જેને લઇને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજરોજ ફરી એકવાર દેશમાં લોકડાઉનની સમયમર્યાદા લંબાવવાની જાહેરાત કરી છે તો આ તરફ ગુજરાતના અમદાવાદમાં રાજ્યના 55 ટકા જેટલા કેસ કોરોનાના નોંધાયા છે. ત્યારે ફરીવાર રાજ્ય સરકારના આરોગ્ય ખાતાના અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિએ પત્રકાર પરિષદને સંબોધન કરી રાજ્યની 24 કલાકની કોરોનાની સ્થિતિ અંગે માહિતગાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, છેલ્લા 24 કલાકમાં 33 નવા કેસ નોંધાય છે. આ સાથે જ અમદાવાદમાં કુલ 22 કેસ નોંધાયા બાદ રાજ્યમાં હાલ 650 કુલ કેસ છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો

આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જ્યંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં તેમણે ગુજરાતમાં નવા કોરોના પોઝિટિવ કેસની માહિતી આપતા જણાવ્યું હતું કે, આજે નવા કેસ આવ્યા છે. 2 લોકોના મોત થયાં છે. 8 જેટલા દર્દીઓ વેન્ટિલેટર પર છે. અમદાવાદમાં પણ એક 28 વર્ષની મહિલાને સાજા થઇ જતાં રજા આપવામાં આવી છે. આ સાથે ભાવનગરમાં એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું છે.

આજના નવા કેસ

  • અમદાવાદ-22
  • વડોદરા- 6
  • ભાવનગર- 2
  • છોટા ઉદેપુર – 2
  • આણંદ- 1

દાણીલીમડા અને કોટ વિસ્તારમાં આવતીકાલથી કરફ્યું

રાજ્યમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે ત્યારે આજરોજ મુખ્યમંત્રીના નિવાસસ્થાને યોજાયેલી એક ખાસ બેઠકમાં મોટો નિર્ણય લેવાયો છે. જેમાં અમદાવાદના દાણીલીમડા તથા કોટ વિસ્તારમાં આવતીકાલથી 21 એપ્રિલ સુધી કરફ્યુંની જાહેરાત કરવામાં આવી છે.

રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમિતોની સંખ્યા વધી છે. રાજ્યમાં કુલ 622 લોકો કોરોના સંક્રમિત થયા છે. અમદાવાદમાં કોરોના વાયરસથી ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં અત્યાર સુધી કુલ 351 કેસ નોંધાયા છે. વડોદરામાં અત્યાર સુધી 112 પોઝિટિવ કેસ નોંધાયા છે. અત્યાર સુધી 55 દર્દીઓ રિકવર થતા ડિસ્ચાર્જ કરાયા છે. અને 26 લોકોના કોરોના વાયરસથી મોત થયા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો