ગુજરાતમાં કોરોનાની સ્થિતિ ભયાનક સ્તરે પહોંચી રહે છે. રાજ્યમાં કોરોના સતત નવો રેકોર્ડ બનાવી રહ્યો છે. આજે ગુજરાતમાં કોરોનાના અધધધ 7410 કેસો નોંધાયા હતા. જ્યારે 73 દર્દીઓનાં મોત નિપજ્યા છે. જેની સામે 2642 દર્દીઓએ કોરોનાને માત આપી છે. તો તેની સામે રાજ્યમાં રસીકરણ ઘટ્યું છે. આજે માત્ર 1.66 લાખ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
હાલ રાજ્યમાં કોરોના કેસોનો કુલ આંક 3,63,495 પર પહોંચ્યો છે. જ્યારે 3,23,371 દર્દીઓ સાજા થયા છે. તો બીજી લહેરના ઘાતક કોરોનાને કારણે રાજ્યના રિકવરી રેટમાં પણ સતત ઘટાડો થઈ રહ્યો છે. આજે રાજ્યનો રિકવરી રેટ 87.96 ટકા પર આવી ગયો છે. રાજ્યમાં આજે કુલ એક્ટિવ કેસોની સંખ્યા 39,250 છે. જેમાંથી 254 દર્દીઓની હાલત ગંભીર છે. તો 38,996 દર્દીઓની હાલત સ્થિર છે. રાજ્યમાં મોતનો કુલ આંક 4995 પર પહોંચ્યો છે.
ગુજરાતમાં રસીકરણની કામગીરી ચાલુ હોવા છતાં બીજી તરફ પરિસ્થિતિ બેફામ છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 2491 કેસ તો અમદાવાદ ગ્રામ્યમાં 35 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 1424 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 231 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 317 કેસ, જ્યારે ગ્રામ્યમાં 135 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 551 કેસ અને ગ્રામ્યમાં 102 કેસ નોંધાયા છે.
રાજ્યમાં આજે મોતનાં આંકડા પર નજર કરીએ તો, અમદાવાદ કોર્પોરેશનમાં 24, સુરત કોર્પોરેશનમાં 24, રાજકોટ કોર્પોરેશનમાં 7, વડોદરા કોર્પોરેશનમાં 6, રાજકોટ 2, સાબરકાંઠા 2, અમદાવાદ 1, અમરેલી 1, ડાંગ 1, ગાંધીનગર 1, જૂનાગઢ 1, જૂનાગઢ કોર્પોરેશન1, સુરત 1, વડોદરા 1 દર્દીનું મોત નિપજ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..