ગુજરાતમાં કોરોના મહામારી બીજી લહેરનો અંત આવી રહ્યો છે. રાજ્યમાં કોરોના કેસ સતત ઘટી રહ્યા છે અને રિકવરી રેટ પણ હવે 97.46 ટકાએ પહોંચી ગયો છે. ગુજરાતમાં સતત બીજા દિવસે કોરોનાના 500થી પણ ઓછા કેસ નોંધાયા છે. જોકે આજે ગઇ કાલ કરતા 9 કેસ વધારે નોઁધાયા છે. આજે કોરોનાનાં નવા 490 કેસ નોંધાયા છે. બીજી તરફ રાજ્યમાં કોરોનાના કારણે આજે વધુ 6 દર્દીના મોત નીપજ્યા છે. વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં 1278 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. ત્યાં જ આજે રાજ્યના ચાર જિલ્લાઓમાં એક પણ કેસ નોંધાયો નથી.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
અત્યાર સુધીમાં રાજ્યના કુલ 9991 નાગરિકોનો કોરોના ભરખી ગયો છે. બીજી તરફ આજે વધુ 1278 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં સંક્રમિત થયેલા કુલ દર્દીઓમાંથી 7,99,012 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. છેલ્લી સ્થિતિ પ્રમાણે રાજ્યમાં કુલ 10863 દર્દી સારવાર હેઠળ છે. નાજુક સ્થિતિના કારણે 272 દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે.
ગુજરાતમાં આજે કોરોનાના નવા 490 કેસની સાથે આજે વધુ 6 દર્દીના મોત થયા છે. સુરતમાં 97, અમદાવાદમાં 64, વડોદરામાં 77 કેસ, રાજકોટમાં 38, જામનગરમાં 18, ગાંધીનગરમાં 9 કેસ, ભાવનગરમાં 7, જૂનાગઢમાં 24, ભરૂચમાં 19 કેસ, ગીર સોમનાથમાં 18, મહેસાણામાં 12, વલસાડમાં 12 કેસ, અમરેલીમાં 11, દ્વારકા-ખેડામાં 10-10 કેસ, પોરબંદર-પંચમહાલમાં 9-9, કચ્છમાં 8 કેસ, નવસારીમાં 8, આણંદ-બનાસકાંઠામાં 4-4 કેસ, સાબરકાંઠામાં 4, મહિસાગર-મોરબીમાં 3-3 કેસ, દાહોદ, પાટણ, સુરેન્દ્રનગર, તાપીમાં 2-2 કેસ નોંધાયા છે.
છેલ્લી સ્થિતિ મુજબ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 10863 પહોંચી ગઈ છે. જ્યારે નાજુક સ્થિતિના કારણે કુલ 272 દર્દીઓને હાલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવેલા છે. જ્યારે 10591 દર્દીઓ સ્ટેબલ છે. ગુજરાતમાં રિકવરી રેટ હાલમાં 97.46% એ આવી ગયો છે. અત્યાર સુધીમાં 2,00,30,392 વ્યક્તિઓને કોરોનાની વેક્સિન આપવામાં આવી છે. જેમાં આજ વધુ 2,94,583 વ્યક્તિઓને કોરોના વેક્સિન આપવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..