ભારતમાં કોરોનાના કેસ 23 લાખને પાર પહોંચી ગયા છે તો ગુજરાતના પણ કેટલાક શહેરોમાં કોરોનાએ ચિંતા વધારી છે. જો કે, કોરોનાના વધતા કેસ વચ્ચે એક સારી બાબત એ પણ છે કે, કોરોનાના દર્દીઓનો રિકવરી રેટ પણ અન્ય રાજ્યોની સરખાણીએ સારો છે. તો ગુજરાતના સુરત, અમદાવાદ, રાજકોટ, વડોદરામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે જાહેર કરેલ પ્રેસનોટ પ્રમાણે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 1152 કોરોનાના કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ દર્દીઓનો આંકડો 74,390 પર પહોંચ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
ઉલ્લેખનીય છે કે, આજે 977 દર્દીઓ સાજા થતાં અત્યાર સુધીમાં કુલ 57,476 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આ તમામને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ ગુજરાતમાં સાજા થવાનો દર 77.15 ટકા થયો છે.આ સાથે જ રાજ્યમાં આજે સુરત, અમદાવાદ, મહિસાગર, જામનગર, દાહોદ, અને વડોદરામાં કોરોનાના સૌથી દર્દીઓ વધુ સાજા થયા છે.
રાજ્યમાં કોરોનાથી છેલ્લા 24 કલાકમાં 18 દર્દીઓના ભોગ લીધો છે. જેને લઇને અત્યાર સુધીમાં રાજ્યમાં 2,715 દર્દીઓના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે. મહત્વનું છે કે, ભારતમાં કોરોના વાયરસના કેસ 23 લાખને પાર થઇ ચૂક્યા છે. જ્યારે દેશમાં અત્યાર સુધીમાં દેશમાં 44 હજારથી વધુ દર્દીઓના મોત થઇ ચૂક્યા છે.
પ્રથમ વખત 50 હજારથી વધુ ટેસ્ટ કરાયા
આપને જણાવી દઇએ કે, ગઇકાલે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથેની યોજાયેલી બેઠકમાં પ્રધાનમંત્રી મોદીએ ગુજરાત સહિત 5 રાજ્યોમાં કોરોના ટેસ્ટિંગ વધારવાને લઇને મુખ્યમંત્રીઓને અપીલ કરી હતી ત્યારે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 50 હજારથી વધુ કોરોનાના ટેસ્ટિંગ કરવામાં આવ્યા હતા. આ ઘટના પ્રથમ વખત બની છે
છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસની વિગત
12/08/2020 | પોઝિટિવ કેસ |
અમદાવાદ | 159 |
સુરત | 272 |
વડોદરા | 120 |
ગાંધીનગર | 30 |
ભાવનગર | 46 |
બનાસકાંઠા | 8 |
આણંદ | 13 |
રાજકોટ | 95 |
અરવલ્લી | 4 |
મહેસાણા | 32 |
પંચમહાલ | 34 |
બોટાદ | 6 |
મહીસાગર | 2 |
ખેડા | 16 |
પાટણ | 10 |
જામનગર | 38 |
ભરૂચ | 25 |
સાબરકાંઠા | 11 |
ગીર સોમનાથ | 27 |
દાહોદ | 21 |
છોટા ઉદેપુર | 2 |
કચ્છ | 27 |
નર્મદા | 11 |
દેવભૂમિ દ્વારકા | 1 |
વલસાડ | 18 |
નવસારી | 13 |
જૂનાગઢ | 19 |
પોરબંદર | 3 |
સુરેન્દ્રનગર | 27 |
મોરબી | 21 |
તાપી | 6 |
ડાંગ | 0 |
અમરેલી | 35 |
અન્ય રાજ્ય | 0 |
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..