ગુજરાત (Gujarat)માં કોરોનાની સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. ગત કેટલાક દિવસથી રાજ્યમાં કોરોનાના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં ઘટાડો થયો હતો. પરંતુ હવે કોરોના વાયરસ (CoronaVirus)ના કેસમાં સતત વધારો થતો જઇ રહ્યો છે. આજે કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે 1049 પોઝિટિવ કેસ આવ્યા છે (Today 1049 Corona Positive Case In Gujarat). ગઇ કાલ કરતા આજે 78 કેસ વધ્યા છે. ગુજરાતમાં કોવિડ-19 (Covid-19)ના કુલ કેસોની સંખ્યા વધીને 1,82,719એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ 5 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3773એ પહોંચ્યો છે. જ્યારે 869 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. ગુજરાત માટે સૌથી મોટા ખુશ ખબર એ છે કે રાજ્યમાં સાજા થવાનો દર 91.11 ટકા છે. ત્યાં જ આજે રાજ્યમાં 52,960 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં અમદાવાદ કોર્પોરેશન 166, સુરત કોર્પોરેશન 149, વડોદરા કોર્પોરેશન 80, રાજકોટ કોર્પોરેશન 79, મહેસાણા 53, રાજકોટ 49, બનાસકાંઠા 39, વડોદરા 39, પાટણ 36, ગાંધીનગર કોર્પોરેશન 34, સુરત 34, જામનગર કોર્પોરેશન 24, અમરેલી 20, જામનગર 20, સુરેન્દ્રનગર 18, ગાંધીનગર 17, મોરબી 15, ખેડા 14, સાબરકાંઠા 14, કચ્છ 13, મહીસાગર 13, અમદાવાદ 12, પંચમહાલ 12, તાપી 12, ભરૂચ 11, જુનાગઢ 9, ગીર સોમનાથ 8, જુનાગઢ કોર્પોરેશન 8, નર્મદા 8, ભાવનગર કોર્પોરેશન 7, દેવભૂમિ દ્વારકા 7, નવસારી 7, આણંદ 6, દાહોદ 5, અરવલ્લી 3, છોટા ઉદેપુર 3, વલસાડ 2, ભાવનગર 1, બોટાદ 1, પોરબંદર 1 કેસ સામે આવ્યા છે.
આરોગ્ય વિભાગની અખબારી યાદીમાં વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં મોતનો આંકડો વધ્યો છે. આજે રાજ્યમાં 5 દર્દીના મોત નિપજ્યા છે. આજે અમદાવાદ કોર્પોરેશન 3, રાજકોટ 1, સુરત કોર્પોરેશન 1 વ્યક્તિએ દમ તોડયો હતો. આમ આજે વિતેલા 24 કલાકમાં કુલ 5 લોકોના મોત નિપજ્યા છે. ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3773એ પહોંચ્યો છે.
ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 1,66,468 નાગરીકો સાજા થઈ ગયા છે. 3773ના અવસાન થયા છે. જ્યારે આજે છેલ્લી સ્થિતિ મુજબ 12,478 સારવાર હેઠળના દર્દીઓ પૈકી 69 વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને 12,409 સ્ટેબલ છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..