ગુજરાતમાં કોરોના મહામારીના કેસ સતત ઘટી રહ્યા છે અને રિકવરી રેટ પણ હવે 98.61 ટકાએ પહોંચી ગયો છે. ગુજરાતમાં સતત 100થી પણ ઓછા કેસ નોંધાય રહ્યા છે જે એક રાહતભર્યા સમાચાર છે. આજે કોરોનાનાં નવા 56 પોઝિટિવ કેસ નોંધાયા છે. વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં 196 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. છેલ્લા બે દિવસ બાદ આજે 24 કલાકમાં એક દર્દીનું મોત થયુ છે. આજે સુરત જિલ્લામાં એક દર્દીનું મોત નિપજ્યું છે.
અત્યાર સુધીમાં રાજ્યના કુલ 10,073 નાગરિકોનો કોરોના ભરખી ગયો છે. બીજી તરફ આજે વધુ 196 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં સંક્રમિત થયેલા કુલ દર્દીઓમાંથી 8,12,718 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. છેલ્લી સ્થિતિ પ્રમાણે રાજ્યમાં કુલ 1356 દર્દી સારવાર હેઠળ છે. નાજુક સ્થિતિના કારણે 08 દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે.
ગુજરાતમાં આજે કોરોનાના નવા 56 કેસ નોંધાયા છે. અમદાવાદ કોર્પોરેશન 12, અમરેલી 3, આણંદ 1, ભાવનગર કોર્પોરેશન 2, ગાંધીનગર 1, ગાંધીનગર કોર્પોરેશન 2, ગીર સોમનાથ 1, જામનગર 2, જામનગર કોર્પોરેશન 1, જુનાગઢ 1, જુનાગઢ કોર્પોરેશન 1, કચ્છ 1, નવસારી 1, પોરબંદર 1, રાજકોટ કોર્પોરેશન 4, સાબરકાંઠા 1, સુરત 2, સુરત કોર્પોરેશન 10, સુરેન્દ્રનગર 1, વડોદરા 2, વડોદરા કોર્પોરેશન 5, વલસાડ 1 કેસ નોંધાયા છે.
છેલ્લી સ્થિતિ મુજબ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 1356 પહોંચી ગઈ છે. જ્યારે નાજુક સ્થિતિના કારણે કુલ 08 દર્દીઓને હાલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવેલા છે. જ્યારે 1348 દર્દીઓ સ્ટેબલ છે. ગુજરાતમાં રિકવરી રેટ હાલમાં 98.61% એ આવી ગયો છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..