દિવાળી બાદ રાજ્યમાં કોરોના (Gujarat Corona)ની બીજી લહેરને કારણે સતત કેસોમાં વધારો જોવા મળી રહ્યો હતો. જે બાદ ચાર શહેરોમાં નાઈટ કરફ્યૂ સહિતની પાબંદીઓ સરકાર દ્વારા લગાવવામાં આવી હતી. હવે રાજ્યમાં ધીમે ધીમે કોરોનાનાં નવા કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં નવા 1270 કેસ (Gujarat Corona Update)નોંધાયા હતા. જ્યારે 12 દર્દીઓએ કોરોનાનાં કારણે જીવ ગુમાવ્યો હતો. અને 1465 દર્દીઓએ કોરોનાને માત આપી હતી. આમ રાજ્યમાં કોરોના (Covid 19)નાં કુલ કેસોનો આંક 2,24,081 પર પહોંચી ગયો છે.
રાજ્યમાં કોરોનાનાં કુલ 2,06,126 દર્દીઓ સાજા થયા છે. અને જેને લીધે રાજ્યનો રિકવરી રેટ હાલ 91.99નો છે. આજે રાજ્યમાં કુલ 60,549 ટેસ્ટ કરવામાં આવ્યા છે. હાલ રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 13820 છે. જેમાંથી 72 દર્દીઓ વેન્ટિલેટર પર છે. તો 13748 દર્દીઓની હાલત સ્થિર છે. રાજ્યમાં કોરોનાનાં કુલ મોતનો આંક 4135 પર પહોંચ્યો છે. અને છેલ્લાં 24 કલાકમાં અમદાવાદ કોર્પોરેશનમાં 7, સુરત કોર્પોરેશનમાં 3, મહેસાણા અને વડોદરામાં 1 દર્દીનું એમ 12 લોકોનાં મોત નિપજ્યા છે.
અમદાવાદ જિલ્લામાં 278 કેસ
આજે અમદાવાદ શહેરમાં 265, અમદાવાદ જિલ્લામાં 13, સુરત શહેરમાં 171, સુરત જિલ્લામાં 25, વડોદરા શહેરમાં 138, વડોદરા જિલ્લામાં 41, રાજકોટ શહેરમાં 89, રાજકોટ જિલ્લામાં 35, ઉત્તર ગુજરાતના મહેસાણામાં નવા 50 કોરોનાના કેસ નોંધાયા છે. નોંધનીય છે કે, અમદાવાદ બાદ સુરતમાં અને હવે મહેસાણામાં પણ કોરોનાને લઇને સ્થિતિ વધુ વણસેલી છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા જિલ્લાવાર કોરોનાના કેસની વિગત
10/12/2020 | પોઝિટિવ કેસ |
અમદાવાદ | 278 |
સુરત | 196 |
વડોદરા | 179 |
ગાંધીનગર | 58 |
ભાવનગર | 20 |
બનાસકાંઠા | 18 |
આણંદ | 10 |
રાજકોટ | 124 |
અરવલ્લી | 7 |
મહેસાણા | 50 |
પંચમહાલ | 28 |
બોટાદ | 3 |
મહીસાગર | 9 |
ખેડા | 16 |
પાટણ | 37 |
જામનગર | 35 |
ભરૂચ | 17 |
સાબરકાંઠા | 12 |
ગીર સોમનાથ | 8 |
દાહોદ | 25 |
છોટા ઉદેપુર | 2 |
કચ્છ | 21 |
નર્મદા | 18 |
દેવભૂમિ દ્વારકા | 5 |
વલસાડ | 10 |
નવસારી | 1 |
જૂનાગઢ | 20 |
પોરબંદર | 2 |
સુરેન્દ્રનગર | 21 |
મોરબી | 16 |
તાપી | 4 |
ડાંગ | 2 |
અમરેલી | 18 |
અન્ય રાજ્ય | 0 |
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..