ભારતમાં કોરોના વાયરસના કેસ 63 લાખને પાર પહોંચી ચૂક્યા છે, જ્યારે દેશમાં 98 હજારથી વધુ દર્દીઓના મોત થઇ ચૂક્યા છે. તો ગુજરાતમાં આજે ઓક્ટોબર મહિનાના પ્રથમ દિવસે 1,351 નવા કોરોનાના કેસ નોંધાયા છે. રાજ્યમાં અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા અને જામનગરમાં સૌથી વધુ કોરોનાનું સંક્રમણ ફેલાઇ રહ્યું છે. રાજ્યમાં હજુ કોરોના કાબૂમાં નથી આવ્યો જે ખરેખર ચિંતાજનક બાબત છે. જોકે રાજ્યમાં રિકવરી રેટ સારો છે.
આજે 1,334 દર્દીઓ સાજા થયા અને 10 દર્દીઓના મોત થયા
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 56,738 કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા જેમાંથી 1,351 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેને લઇને કુલ આંકડો 1,38,745 પર પહોંચ્યો છે. મહત્વનું છે કે રાજ્યમાં રિકવરી રેટ 85.46 ટકા છે. આજે દર્દીઓ 1,334 સાજા થતા કુલ સાજા થયેલા દર્દીઓનો આંકડો 1,18,565 પર પહોંચ્યો છે. આજે 10 દર્દીઓના મોત થતા કુલ મૃત્યુઆંક 3,463 પર પહોંચ્યો છે. જ્યારે એક્ટિવ કેસ 16,717 છે. તો અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 44,74,766 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
આજે કોરોના વાયરસે 10 દર્દીઓનો ભોગ લીધો છે. જેમાં અમદાવાદમાં 3, સુરતમાં 4, પંચમહાલમાં 1, સાબરકાંઠામાં 1 અને વડોદરામાં 1 દર્દીના મોત થયા છે.
સુરત અને અમદાવાદમાં સૌથી વધુ કોરોનાનું સંક્રમણ ફેલાઇ રહ્યું છે. આજે સુરત કોર્પોરેશનમાં 176, સુરત જિલ્લામાં 112, અમદાવાદ કોર્પોરેશનમાં 172, અમદાવાદ જિલ્લામાં 21 કેસ નોંધાયા છે. તો અત્યાર સુધીમાં સુરતમાં કુલ 29457 કેસ અને અમદાવાદમાં કુલ 37041 કેસ નોંધાઇ ચૂક્યા છે.
છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસની વિગત જાણો…
01/10/2020 | પોઝિટિવ કેસ |
અમદાવાદ | 193 |
સુરત | 288 |
વડોદરા | 134 |
ગાંધીનગર | 37 |
ભાવનગર | 46 |
બનાસકાંઠા | 34 |
આણંદ | 12 |
રાજકોટ | 155 |
અરવલ્લી | 7 |
મહેસાણા | 48 |
પંચમહાલ | 24 |
બોટાદ | 2 |
મહીસાગર | 12 |
ખેડા | 9 |
પાટણ | 28 |
જામનગર | 92 |
ભરૂચ | 22 |
સાબરકાંઠા | 11 |
ગીર સોમનાથ | 12 |
દાહોદ | 7 |
છોટા ઉદેપુર | 4 |
કચ્છ | 26 |
નર્મદા | 10 |
દેવભૂમિ દ્વારકા | 8 |
વલસાડ | 3 |
નવસારી | 12 |
જૂનાગઢ | 27 |
પોરબંદર | 5 |
સુરેન્દ્રનગર | 21 |
મોરબી | 19 |
તાપી | 12 |
ડાંગ | 0 |
અમરેલી | 31 |
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..