ગુજરાતમાં આજે અત્યાર સુધીના સૌથી વધુ 675 કેસ નોંધાયા અને 21 લોકોના મોત થયા, કુલ કેસ ચિંતાજનક સ્થિતિએ પહોંચ્યા

ગુજરાતમાં કોરોનાના દર્દીઓના આંકડામાં દિવસેને દિવસે ઉછાળો નોંધાઇ રહ્યો છે ત્યારે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે છેલ્લા 24 કલાકમાં સમગ્ર રાજ્યમાં નોંધાયેલા કોરોના વાયરસના કેસની માહિતી આપી હતી. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલ નવા દર્દીઓના આંકડા પ્રમાણે ગત ચોવીસ કલાકમાં 675 નવા કેસ નોંધાયા હતા. આ સાથે જ કુલ દર્દીઓનો આંકડો 33,318‬ પહોંચ્યો છે.

આરોગ્ય વિભાગની માહિતી અનુસાર છેલ્લા 24 કલાકમાં 368 દર્દીઓ સાજા થયાં છે. આમ અત્યાર સુધીમાં કુલ 24,038‬ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે જેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં કોરોનાને કારણે ગત 24 કલાકમાં 21 લોકોના મોત નિપજ્યા છે. આમ અત્યાર સુધીમાં 1,869‬ દર્દીઓના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

કોરોનાએ અમદાવાદની જેમ હવે સુરતને પણ બાનમાં લીધું

સુરતમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. અમદાવાદ બાદ સૌથી વધુ સુરતમાં કેસ નોંધાઇ રહ્યા છે. આજે સુરતમાં 201‬ નવા કોરોનાના કેસ નોંધાયા છે. જેમાં સુરત કોર્પોરેશનમાં 180 અને સુરત જિલ્લામાં 21 કેસ નોંધાયા છે. આ સાથે સુરતમાં કોરોનાનો કુલ આંકડો 5,030‬‬ પર પહોંચ્યો છે.

હાલ શું છે અમદાવાદમાં કોરોનાની સ્થિતિ?

છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 215‬‬ કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 208 અને અમદાવાદ જિલ્લામાં 7 કેસ નોંધાયા છે. આ સાથે અમદાવાદમાં કોરોનાનો કુલ આંકડો 21,128‬ પર પહોંચ્યો છે. અમદાવાદમાં આજે 125‬ દર્દીઓ સ્વસ્થ થયા છે. જેને લઇને કુલ સ્વસ્થ થયેલા દર્દીઓનો આંકડો 16,091‬ પર પહોંચ્યો છે. અમદાવાદમાં આજે 8 દર્દીઓના મોત થયા છે, જેની સાથે અમદાવાદનો કોરોનાથી મૃત્યુઆંક 1,449‬ પર પહોંચ્યો છે. હાલ અમદાવાદમાં 3588 એક્ટિવ કેસ છે.

 24 કલાકમાં નોંધાયેલા કેસની વિગત

01/07/2020 પોઝિટિવ કેસ
અમદાવાદ 215
સુરત 201
વડોદરા 57
નવસારી 24
જામનગર 18
ગાંધીનગર 16
રાજકોટ 15
ભરૂચ 15
વલસાડ 15
બનાસકાંઠા 12
સુરેન્દ્રનગર 12
મહેસાણા 10
ખેડા 9
આણંદ 8
જૂનાગઢ 7
ભાવનગર 6
પંચમહાલ 5
સાબરકાંઠા 5
મોરબી 4
અરવલ્લી 3
કચ્છ 3
અમરેલી 3
બોટાદ 2
મહીસાગર 2
પાટણ 2
દાહોદ 2
છોટા ઉદેપુર 2
ગીર સોમનાથ 1
નર્મદા 1

આ માહિતી રાતે 8 વાગ્યા સુધીની છે

જિલ્લા કુલ સાજા થયા મૃત્યુ એક્ટિવ કેસ
અમદાવાદ 21128 16091 1449 3588
સુરત 5030 3429 163 1438
વડોદરા 2324 1608 49 667
ગાંધીનગર 670 490 31 149
ભાવનગર 267 150 13 104
બનાસકાંઠા 190 156 11 23
આણંદ 230 192 13 25
રાજકોટ 284 134 8 142
અરવલ્લી 210 167 19 24
મહેસાણા 286 143 11 132
પંચમહાલ 183 135 15 33
બોટાદ 92 65 3 24
મહીસાગર 139 116 2 21
ખેડા 167 115 7 45
પાટણ 207 114 16 77
જામનગર 234 115 4 115
ભરૂચ 243 117 10 116
સાબરકાંઠા 179 116 8 55
ગીર સોમનાથ 77 47 1 29
દાહોદ 61 43 1 17
છોટા ઉદેપુર 57 36 2 19
કચ્છ 165 96 5 64
નર્મદા 91 39 0 52
દેવભૂમિ દ્વારકા 23 18 2 3
વલસાડ 165 54 3 108
નવસારી 121 51 2 68
જૂનાગઢ 108 55 3 50
પોરબંદર 19 10 2 7
સુરેન્દ્રનગર 154 72 7 75
મોરબી 26 10 1 15
તાપી 8 6 0 2
ડાંગ 4 4 0 0
અમરેલી 88 36 7 45
અન્ય રાજ્ય 88 8 1 79
TOTAL 33318 24038 1869 7411

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો