ગુજરાતમાં છેલ્લા 12 કલાકમાં 19 નવા કેસ સાથે કુલ પોઝિટિવ કેસ 165, અમદાવાદમાં 13 અને પાટણમાં 3 કેસ નોંધાયાઃ જયંતિ રવિ

રાજ્યમાં ધીરે-ધીરે કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. રાજ્યના 33 જિલ્લામાંથી 17 જિલ્લામાં કોરોનાના ચેપગ્રસ્ત દર્દીઓ નોંધાયા છે.કોરોના અંગે અપડેટ આપતા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છેકે, રાજ્યમાં ગઇકાલથી અત્યાર સુધીમાં 19 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જોક ગઈકાલ સાંજ બાદ એકપણ મૃત્યુ નોંધાયું નથી. જ્યારે રાજકોટને એક દર્દીને આજે ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 19 નવા પોઝિટિવ કેસમાંથી 13 કેસ અમદાવાદમાં નોંધાયા છે. જ્યારે પાટણમાં ત્રણ, ભાવનગર, આણંદ અને હિંમતનગરમાં એક-એક કેસ નોંધાયા છે. 165 પોઝિટિવ કેસમાંથી 126 સ્વસ્થ, 4 દર્દી વેન્ટિલેટર પર અને 23 દર્દી સાજા થયા છે. 3040 લોકોના ટેસ્ટ થયા છે. જેમાંથી 40 ટેસ્ટ પેન્ડિંગ છે.

ભાવનગરમાં વધુ એક મહિલા પોઝિટિવ

મોડી રાતે 2 વાગ્યાની આસપાસ ભાવનગરમાં એકઅને આજે સવારે હિંમતનગર, આણંદમાં એક-એક તથા પાટણના સિદ્ધપુરના નેદ્રા ગામમાં ત્રણ પોઝિટિવ કેસો સામે આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના પોઝિટિવનો આંકડો 151એ પહોંચ્યો છે. સિદ્ધપુરના નેદ્રા ગામમાં પોઝિટિવ દર્દીઓ અગાઉ અન્ય એક કોરોના પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં આવ્યા હતા. ભાવનગરમાં વધુ એક મહિલાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.અમદાવાદ ખાતે મોકલવામાં આવેલ 30 રિપોર્ટ પૈકી 1 પોઝિટિવ અને 29 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. પોઝિટિવ આવેલ મહિલા ભાવનગરના વડવા વિસ્તારની રહેવાસી છે. આ સાથે ભાવનગરમાં કોરોના પોઝિટિવનો કુલ આંક 14 થયો છે. આણંદમાંનગરપાલિકાના સફાઈ કર્મચારીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સફાઈકર્મીને ગળામાં દુખાવો હોવાથી ચેકઅપ કરાયું હતું.

ગુજરાતમાં કુલ 165 પોઝિટિવ કેસ, 12ના મોત, 21 ડિસ્ચાર્જ

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 77 05 06
સુરત 19 02 05
ભાવનગર 14 02 00
ગાંધીનગર 13 00 02
વડોદરા 12 02 05
રાજકોટ 10 00 03
પાટણ 05 00 00
પોરબંદર 03 00 00
ગીર-સોમનાથ 02 00 00
કચ્છ 02 00 00
મહેસાણા 02 00 00
મોરબી 01 00 00
પંચમહાલ 01 01 00
છોટાઉદેપુર 01 00 00
જામનગર 01 00 00
હિંમતનગર 01 00 00
આણંદ 01 00 00
કુલ આંકડો 152 12 21

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો