ગુજરાતમાં આજે નવા 45 કેસ નોંધાયા જેમાંથી એકલા અમદાવાદમાં જ 31 કેસ, રાજ્યમાં કુલ પોઝિટિવ દર્દી 617 થયા

ગુજરાતમાં આજે નવા 45 કેસ નોંધાયા છે. જેમાં અમદાવદામાં 31 કેસ નોંધાયા છે જેને પગલે એકલા અમદાવાદમાં જ કોરોનો પોઝિટિવ કેસની સંખ્યા 351 પર પહોંચી ગઈ છે. 26 લોકોના મોત થઈ ચુક્યા છે. આજે ગાંધીનગરથી આરોગ્ય સચિવ જયંતિ રવિની પત્રકાર પરિષદ યોજી હતી અને માહિતી આપી હતી. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 3જી મે સુધી લોકડાઉન લંબાવ્યુ છે.

કોરોનાની અપડેટ વિગતો આપતા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છેકે, રાજ્યમાં 45 નવા કેસ નોંધાયા છે. જેમાંથી 31 કેસ અમદાવાદમાં, 9 સુરતમાં , 2 મહેસાણામાં તેમજ ભાવનગર, ગાંધીનગર અને દાહોદમાં 1-1 પોઝિટિવ કેસ નોંધાયા છે.  રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1996 ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી  79 પોઝિટિવ અને 1917 નેગેટિવ ટેસ્ટ આવ્યા છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો

ગુજરાત અપડેટ

>> રાજકોટમાં કોરોનાના શંકાસ્પદ દર્દીનું સિવિલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું

>> રાજકોટની લેબમાં ત્રણ જિલ્લાના મળી એક હજારથી વધુ સેમ્પલનું પરીક્ષણ

રાજ્યમાં 617 પોઝિટિવ કેસ, 26 મોત અને 55 ડિસ્ચાર્જ

જિલ્લો પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 351 13 12
વડોદરા 108 03 07
સુરત 42 04 07
ભાવનગર 24 02 05
રાજકોટ 18 00 08
ગાંધીનગર 16 01 08
પાટણ 14 01 04
ભરૂચ 11 00 00
આણંદ 09 00 00
કચ્છ 04 00 00
પોરબંદર 03 00 03
છોટાઉદેપુર 03 00 00
ગીર-સોમનાથ 02 00 01
મહેસાણા 04 00 00
બનાસકાંઠા 02 00 00
પંચમહાલ 02 01 00
મોરબી 01 00 00
જામનગર 01 01 00
સાબરકાંઠા 01 00 00
દાહોદ 02 00 00
કુલ  617 26 55

લોકડાઉનનું ઉલ્લંઘન કરવા લોકો છેતરપિંડી કરે છેઃ રાજ્ય પોલીસ વડા

રાજ્યમાં લોકડાઉનનું ચુસ્ત પાલન કરાવવા માટે રાજ્યભરમાં સઘન પેટ્રોલિંગ અને મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. લોકાડાઉનનું પાલન ન કરવા માટે લોકો છેતરપિંડી કરી રહ્યાં છે. બે લોકોએ નકલી પાસ બનાવ્યા હતા. જેમની સામે ગુનો નોંધવામાં આવ્યો છે. હોટસ્પોટ અને ક્લસ્ટર ક્વૉરન્ટીન વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં બેરિકેડ પણ ગોઠવી દેવામાં આવ્યા છે. ડ્રોનથી અને સીસીટીવીથી મોનિટરિંગ ન થઇ શકે તેવા વિસ્તારોમાં ધાબા પોઇન્ટ ગોઠવવામાં આવ્યા છે. પોલીસ દ્વારા રેન્ડમલી સીસીટીવીનું ચેકિંગ કરાશે. સીસીટીવીમાં લોકડાઉનનો ભંગ દેખાશે તો ગુનો દાખલ થશે.

શૈક્ષણિક વર્ષમાં એકપણ શાળા પોતાની ફીમાં વધારો કરી શકશે નહીં

લોકડાઉન દરમિયાન રાજ્યમાં વ્યાપાર-ધંધા ખોરવાયા છે, તેવા સમયમાં વાલીઓની તરફેણમાં રાજ્ય સરકારે એક મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં આવતા શૈક્ષણિક વર્ષમાં એકપણ શાળા પોતાની ફીમાં વધારો કરી શકશે નહીં. તેમજ લોકડાઉનના સમયગાળા દરમિયાન અને પછી એટલે કે માર્ચ, એપ્રિલ અને મે મહિનાની ફી વાલી જૂનથી નવેમ્બર મહિનામાં માસિક હપ્તા લેખે પણ ચૂકવી શકશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો