કોરોના મહામારી વચ્ચે ભારત માટે એક સારા સમાચાર આવ્યા છે. ભારત આગામી સપ્તાહે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના એક્ઝિક્યૂટિવ બોર્ડનું ચેરમેન બનવા જઈ રહ્યું છે. હવે દુનિયા આખીની નજર ભારત પર ટકી છે કે, તે કોરોના મુદે ચીન વિરૂદ્ધ ઉઠી રહેલા અવાજને લઈને કેવુ વલણ અપનાવશે. દુનિયાના અનેક દેશોનો આરોપ છે કે, ચીને આ મહામારીને લઈને સૌકોઈને અંધારામાં રાખ્યા. જેથી ચીન વિરૂદ્ધ તપાસની માંગણી કરવામાં આવી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
ભારત WHOમાં જાપાનનું સ્થાન લેશે. આ વૈશ્વિક સંસ્થાના સાઉથ-ઈસ્ટ એશિયા ગ્રુપે સર્વસમ્મતિથી આ પદ માટે ભારતના નામનો પ્રસ્તાવ મુક્યો હતો. ભારત એક્ઝિક્યૂટિવ બોર્ડની આગામી બેઠકમાં જ આ પદ સભાળશે. આ બેઠકમાં WHOના 194 અભ્ય દેશો અને નિરિક્ષક દેશો ભાગ લેશે. ભારત એવા સમયે આ પદ સંભાળવા જઈ રહ્યું છે જ્યારે ચીન અને અમેરિકા વચ્ચે કોરોનાના મુદ્દે ભારે તણાવ ચાલી રહ્યો છે. વિશ્વના અનેક દેશો પણ આ મામલે ચીનનો વિરોધ કરી રહ્યાં છે.
WHO પર ચીનને બચાવવાનો આરોપ
તાજેતરમાં જ્જ કેન્દ્રીય મંત્રી નીતીન ગડકારીએ કહ્યું હતું કે, કોરોના વાયરસ પ્રાકૃતિક નથી અને તેને લેબોરેટરીમાં જ તૈયાર કરવામાં આવ્યો હતો. ભારત તરફથી કોરોના મામલે આ પહેલુ સત્તાવાર નિવેદન હતું. ભારત ડબ્લ્યૂએચઓમાં સુધાર કરવાની માંગણી કરી રહ્યું છે.
કોરોના વાયરસ મામલે ડબ્લ્યૂએચઓની ભૂમિકા પણ શંકાસ્પદ છે. તેના પર આરોપ લાગી રહ્યાં છે કે, આ મામલે તે ચીનના ગુણગાન ગાતુ રહ્યું જ્યારે ચીને આ મામલે ઉભા થતા અવાજને દબાવ્યો અને તેના વિષે દુનિયાને કોઈ જાણકારી જ ના આપી. ડબ્લ્યૂએચઓના પ્રમુખ ડૉ ટેડ્રોસ એડહેનોમ પર પણ ચીનના ગુનાઓ છુપાવવાનો આરોપ લાગી રહ્યો છે અને તેમની પાસે માફીની માંગણી કરવામાં આવી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..