શહેરમાં કોરોના વાઈરસના દર્દીઓની સંખ્યામાં રોજે રોજ વધારો થઈ રહ્યો છે. જીવનજરૂરિયાતની વસ્તુઓના કારણે પોઝિટિવ દર્દીઓ ઉમેરાઈ રહ્યાં છે. વરાછામાં શાકભાજી વેચતી બે મહિલાઓ અને ડુંગળીના વેપારીના કારણે દર્દીઓ ઉમેરાયા છે તો પાંડેસરામાં ડી માર્ટના કર્મચારીના કારણે તેના પરિવાર સહિતના સભ્યો પોઝિટિવ આવ્યાં છે. રાંદેરમાં લોન્ડ્રીવાળા ઈસમના કારણે રાજ્યમાં સૌપ્રથમ રાંદેરને માસ ક્વૉરન્ટીન કરવાની ફરજ પડી હતી. સાથે જ લોખાત હોસ્પિટલમાં પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવ્યા બાદ એમ્બ્યુલન્સના ડ્રાઈવરથી પણ કોરોનાની ચેઈન લંબાઈ છે.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો
શાકભાજીની મહિલાઓના કારણે તમામની તપાસ થશે
વરાછાના એલ.એચ. રોડ ખાતેના દીનદયાળ નગર ઝુંપડપટ્ટીમાં રહેતા આશાબેન પ્રતાપભાઈ અને મીનાબેન ગોરધનભાઈ બુડીયા શાકભાજી વેચવાનું કામ કરે છે. બંનેના ટેસ્ટ પોઝિટિવ આવતા તમામ શાકભાજી વેચનારા ફેરિયાઓનું મેડિકલ સ્ક્રિનિંગ કરવાનો નિર્યણ તંત્ર દ્વારા લેવાયો છે. આ અગાઉ ડુંગળી વેચતા એક કનૈયાલાલ મોદીમાં પણ પોઝિટિવ કેસ આવ્યો હતો. તો માત્ર શાકભાજી લેવા જ જતી 21 વર્ષિય રૂચી સાવલિયા માત્ર શાકભાજી લેવા જતી હોવાનું સામે આવ્યું છે અગાઉ રાંદેર ઝોનમાં શાકભાજીની લારી ચલાવતા યુવક અને તેની માતાને, બેગમપુરા શાકમાર્કેટમાં જતા રમેશચંદ્ર રાણા, તેના સગાસંબંધીઓ, વેસુ સુડા આવાસમાં માતા-પુત્ર, વરાછા ઝોનમાં એપીએમસીના તોલાત અને તેની પત્નિ સહિતના લોકો શાકભાજી કનેકશનથી કોરોના પોઝિટિવ આવી ચૂક્યા છે. તો શુક્રવારે ઉધના ઝોનમાં મળી આવેલા કેસ પૈકી બે પોઝિટિવ શાકભાજીની લારીવાળા જ છે.ઓલપાડ સુધી અને શહેરના અન્ય વિસ્તારોમાં પણ શાકભાજી વેચનારામાં પોઝિટિવ કેસ સામે આવ્યાં છે.
લોન્ડ્રીવાળાના કારણે રાંદેર ઝપેટમાં આવ્યું
કુરેશી સ્ટ્રીટ રાંદેરમાં રહેતા અહમદ યુસુફ મોદાન (ઉ.વ.આ.67)ની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નહોતી તેમ છતાં તેઓ પોઝિટિવ આવ્યાં હતાં. જેથી આ વિસ્તારમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. જેથી સમગ્ર રાંદેર વિસ્તારમાં પોઝિટિવ કેસની સંખ્યા વધી છે. સાથે જ તંત્ર દ્વારા સમગ્ર રાંદેર વિસ્તારને ક્વૉરન્ટીન કરવાની ફરજ પડી અને રાજ્યમાં સૌથી વધુ ત્રણ કિલોમીટર વિસ્તાર ક્વૉરન્ટીન કરવામાં આવ્યો હતો. આરોગ્ય વિભાગ દ્વારા 16 હજાર ઘરનો ડોર ટુ ડોર સર્વે કરાયો હતો.
પાંડેસરામાં ડી માર્ટના કર્મચારીથી ચેપ ફેલાયો
પાંડેસરા ડી માર્ટનો કર્મચારી મંગેશ વનારે પોઝિટિવ આવ્યો હતો. મંગેશ ડી માર્ટમાં કામ કરતો હતો તેનાથી તેની માતાને પણ પોઝિટિવ આવ્યો હતો. મંગેશ બાદ પાંડેસરામાં પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો નોંધાોય હતો. જો કે, હાલ મંગેશની તબિયત સારી થઈ જતાં તેને સિવિલ હોસ્પિટલમાંથી સારવાર આપીને રજા આપી દેવામાં આવી છે.
પોઝિટિવ દર્દીને લઈ જનાર એમ્બ્યુલન્સના ડ્રાઈવરથી ચેઈન લંબાઈ
રાંદરે વિસ્તારમાં રહેતા 52 વર્ષિય અહેસાન રાશિદ ખાનની 4 એપ્રિલના રોજ તબિયત લથડતા એમ્બ્યુલન્સમાં સ્મીમેર હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. અહેસાન ખાનને જે એમબ્યુલન્સમાં લઈ જવામાં આવ્યા હતા તેના 40 વર્ષિય ડ્રાઈવર સાજિદ અબ્દુલ રહેમાન અંસારીના પણ સેમ્પલ લેવામાં આવ્યા હતા. સાજિદ લોખાત હોસ્પિટલમાં કામ કરી રહ્યો છે. દરમિયાન અબ્દુલનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. એમ્બ્યુલન્સ ડ્રાઈવરના રૂમ પાર્ટનરથી લઈને હોસ્પિટલના કુલ કર્મચારીઓમાં પણ પોઝિટિવ કેસ સામે આવ્યાં હતાં.
ડેરીમાં કામ કરતા વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ
સુરત જિલ્લામાં અત્યાર સુધી કોરોનાને લઈને સારી સ્થિતિ હતી. આરોગ્ય દ્વારા તપાસ પણ થઈ રહી છે. તેમ છતાં આજે એક જ દિવસમાં બીજો કેસ નોંધાયો છે. સુરત જિલ્લાના મહુવા તાલુકાના અંધાત્રી ગામના માસ્ટર ફળિયામાં રહેતા સુરેશ દયાળજી ચૌધરી (ઉ.વ.52) સુરતના માનદરવાજામાં આવેલી પ્રતાપ ડેરીમાં માવો બનાવવાનું કામ કરતા હતા. ડેરીમાં 6 વ્યક્તિઓ કામ કરતા હતા. જેમાંથી કોરોના પોઝિટિવ આવતા આ ડેરી સીલ મારી દેવાઈ છે. જેના પગલે બે દિવસ પહેલા જ તેઓ ગામ આવ્યા હતા. તેમના સેમ્પલ લેવાયા બાદ આજે રિપોર્ટ પોઝિટિવ આવતા સુરત ખાતેની હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ સાથે જ તેમના પરિવરજનોને પણ ક્વોરન્ટાઈન કરવાની કામગીરી શરૂ થઇ ગઇ છે.
સિવિલના તબીબનો રિપોર્ટ પોઝિટિવ
સુરતના નવી સિવિલ હોસ્પિટલમાં કેજ્યુલીટી વિભાગમાં ફરજ બજાવતાં મયુર કલસરીયાને આજે કોરોના પોઝિટિવ જાહેર કરાયા છે. લોકોની સારવાર કરતાં સિવિલ હોસ્પિટલના તબીબને કોરોનાનો ચેપ લાગતાં તેમને કોરોના થતાં તંત્રમાં ગભરાટ ફેલાયો છે. તેમના સંપર્કમાં આવેલા તબીબ, પેરામેડિકલ સ્ટાફ તથા દર્દીને શોધી તેમના સેમ્પલ લેવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ડોક્ટર મયુરના સંપર્કમાં આવેલા અન્ય ડોક્ટર અને પરિવારના સભ્યોને પણ ક્વૉરન્ટીન કરાયાં છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..