કોથમીર ખાવાના અનેક લાભ હોય છે. જેના સેવનથી અનેક સમસ્યાથી રાહત મેળવી શકાય છે. કોથમીરના બીજને ખાવાના સ્વાદને વધારવા માટે ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ જો તેનુ પાણી દરરોજ પીવામાં આવે તો શરીરને ઘણા પ્રકારના સ્વાસ્થ્ય લાભ પણ મળી શકે છે. તેમા રહેલા પોટેશિયમ, વિટામીન સી, કેલ્શિયમ અને મેગ્નેશિયમ સ્વાસ્થ્યથી જોડાયેલી અનેક સમસ્યાઓ દૂર કરવામાં મદદગાર છે. કોથમીર એક આયુર્વેદિક ઔષધિ છે. જે પેટની બિમારીથી લઇને શરીરમાં લોહી વધારવા માટે ઉપયોગી છે. કોથમીરનું પાણી તમે ઉકાળીને કે જ્યુસ બનાવીને પી શકો છો..
– કોથમીરના પાણીમાં રહેલા ફાઇબર અને ઇસેંશલ ઓઇલ લિવરથી જોડાયેલી બિમારીઓથી બચાવે છે. તેમજ લિવરની બિમારીઓ દૂર કરે છે.
– કોથમીરના પાણીમાં એક વિશેષ તત્વ ડોડનલ રહેલું છે. તે ટાઇફોઇડના બેક્ટેરિયાને દૂર કરે છે. આમ કરવાથી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.
– કોથમીરનું પાણી પીવાથી ઘણા ફાયદા થાય છે. તેનુ પાણી પીવાથી કોલેસ્ટ્રેલમાં વધારો થાય છે અને ખરાબ કોલેસ્ટ્રેલ દૂર કરે છે. આ પાણીને રોજ પીવાથી હૃદય સંબંધિત બિમારીઓનો ખતરો દૂર કરે છે.
– તે સિવાય કોથમીરના પાણીમાં રહેલા એસ્કોર્બિક એસિડ એન્ટીઓક્સિડેંટ શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. જેથી શરદી અને ઉધરસની સમસ્યા દૂર થાય છે.
– દરરોજ કોથમીરનું પાણી પીવાથી મોંમાંથી અને શ્વાસમાંથી આવતી દુર્ગંધની સમસ્યા પણ દૂર થાય છે અને રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. કોથમીરનું પાણી કોલેજન ટિશ્યુના પ્રોડક્શનને વધારે છે. જેથી અલ્સરની સમસ્યા દૂર થઇ જાય છે.
– મહિલાઓની સમસ્યા પીરિયડ યોગ્ય સમયે ન આવવા પર સવારે ખાલી પેટે તેના સેવનથી લાભ મળે છે. તેનાથી PCODની સમસ્યા પર પણ લાભ થાય છે. આયુર્વેદમાં પણ કોથમીરના અનેક ફાયદા જણાવ્યા છે.
– ડાયાબિટીસ અને થાઇરોઇડમાં કોથમીરનું પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. કારણકે તેના સેવનથી લોહીમાં શુગરનું પ્રમાણને કંટ્રોલ કરી શકાય છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..