નિયમિત સવારે પીવો કોથમીરનો જ્યુસ, પછી જુઓ ફાયદા, પેટ સાથે સંકળાયેલી સમસ્યાઓ કરશે દૂર

કોથમીર સ્વાસ્થ્ય માટે અનેક રીતે લાભકારી છે. કોથમીર ફક્ત આંખો માટે જ સારી હોય એવું નથી. તેનાં નિયમિત સેવનથી શરીરને અનેક લાભ થાય છે. કોથમીરમાં સમાવિષ્ટ પોટેશિયમ, વિટામીન-સી, કેલ્શિયમ અને મેગ્નેશિયમ સ્વાસ્થ્ય સાથે સંકળાયેલ અનેકવિધ સમસ્યાઓને દૂર કરવા માટે સહાયરૂપ સાબિત થાય છે. આમ તો તે મુખ્યત્વે ભોજનનો સ્વાદ વધારવા માટે ઉપયોગી સાબિત થાય છે પણ જો તેને સલાડ અને જ્યૂસની રીતે લેવામાં આવે તો તે સ્વાસ્થ્ય માટે ઉત્તમ ઔષધી સાબિત થઇ શકે છે.

કોથમીર પેટ સાથે સંકળાયેલ સમસ્યાઓ દૂર કરે છે. તેમજ શરીરમાં લોહી વધારવા માટે ઉપયોગી સાબિત થઇ શકે છે. જો તમે કોથમીરનુ પાણી ઉકાળીને અથવા તો તેનુ જ્યુસ બનાવીને સેવન કરો છો તો તેમા રહેલાં ફાઇબર અને એસેન્શીયલ ઓઇલ લિવર સાથે સંકળાયેલ સમસ્યાઓ દૂર કરવા માટે સહાયરૂપ બની શકે છે.

કોથમીરનાં પાણીમાં એક વિશેષ પ્રકારનુ તત્વ ડોડનલ સમાવિષ્ટ હોય છે. તે ટાઈફોઈડના બેક્ટેરિયાને શરીરમાંથી દૂર કરે છે. આ ઉપરાંત આ પાણીનુ નિયમિત સેવન કરવાથી તમારી રોગપ્રતિકારક શક્તિમા વૃદ્ધિ થાય છે

એટલું જ નહીં. કોથમીરનું પાણી પીવાથી કોલેસ્ટ્રેલ નિયંત્રણમા રહે છે અને ખરાબ કોલેસ્ટ્રેલ પણ દૂર થાય છે. આ પાણીનું સેવન કરવાથી હૃદય સાથે સંકળાયેલ સમસ્યાઓમાંથી પણ મુક્તિ મળી શકે છે.

આ સિવાય કોથમીરના પાણીમાં સમાવિષ્ટ એસ્કોર્બિક એસિડ એન્ટીઓક્સિડેંટ શરદી અને ઉધરસ જેવી સમસ્યાઓમાંથી મુક્તિ અપાવે છે.

આ ઉપરાંત નિયમિત કોથમીરનુ પાણી પીવાથી તમારા મોઢામાંથી અને શ્વાસમાંથી આવતી દુર્ગંધની સમસ્યા પણ દૂર થાય છે. જો તમે આ પાણીનુ નિયમિત સેવન કરો છો તો તમને અલ્સરની સમસ્યામાંથી પણ મુક્તિ મળી શકે છે.

જે સ્ત્રીઓને માસિક યોગ્ય સમયે ના આવતા હોય તેમણે સવારે ભૂખ્યા પેટે આ પાણીનુ સેવન કરવુ જેથી, તેમને આ સમ્સ્યા માંથી લાભ મળે છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો