સ્વસ્થ અને ફિટ રહેવા માટે આપણે ઘણાં પ્રયત્નો કરીએ છીએ અને તેના કારણે સ્વાસ્થ્યથી જોડાયેલી વસ્તુઓ આપણે સમજી-વિચારીને પસંદ કરીએ છીએ. આપણે શું ખાવું, ક્યારે ખાવું, એક્સરસાઝઈ કરવી સહિત અન્ય વસ્તુઓને લઈને ચિંતા થયા કરે છે, જેથી સ્વસ્થ જીવન જીવી શકાય. પણ શું તમે ક્યારેય કિચનમાં ધ્યાન આપ્યું છે કે જેમાં તમે ભોજન પકાવો છો તે તમારા સ્વાસ્થ્ય માટે સારું છે કે નહીં. જી હાં, આજકાલ વિવિધ ધાતુઓના વાસણો ઉપલબ્ધ છે અને લોકો અવનવા વાસણોનો ઉપયોગ પણ કરે છે પણ આજે અમે તમને માટીના વાસણોમાં ભોજન પકાવવાના ફાયદાઓ જણાવવા જઈ રહ્યાં છે, કારણ કે તેમાં પકાવેલું ભોજન વધુ પૌષ્ટિક હોય છે અને સ્વાદિષ્ટ પણ. તો ચાલો જાણી લો ફાયદા.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
માટીના વાસણોમાં ભેજ અને હીટ રહે છે બરકરાર
માટીના વાસણોમાં પકાવેલું ભોજન અન્ય કોઈ ધાતુના વાસણોમાં પકાવેલા ભોજનની તુલનામાં સ્વાદિષ્ટ બને છે. કારણ કે માટીના વાસણોમાં ભેજ અને હીટ બરકરાર રહે છે, આ જ કારણથી ભોજન બરાબર કૂક થાય છે અને તેમાં માટીનો સ્વાદ અને સુગંધ પણ ભળી જાય છે. જેથી તે ભોજનના સ્વાદને વધારી દે છે. સાથે જ બોડીમાં પીએચ બેલેન્સને પણ જાળવી રાખે છે.
મિનરલ્સ અને વિટામિન્સ
માટીના વાસણોમાં ખાવાનું પકાવવાથી તેમાં વધુ પૌષ્ટિક બને છે. કારણ કે ભોજનમાં કેલ્શિયમ, ફોસ્ફરસ, આયર્ન, મેગ્નેશિયમ, સલ્ફર જેવા મિનરલ્સ અને વિટામિન્સ ભોજનમાં સામેલ થઈ જાય છે.
ભોજનનું પોષણ રહે છે બરકરાર
માટીના વાસણોમાં ભોજન ધીરે-ધીરે કૂક થાય છે જેનાથી ભોજનનું પોષણ બરકરાર રહે છે. જ્યારે અન્ય ધાતુના વાસણોમાં ભોજન પકાવતી વખતે તેના ઘણાં પોષક તત્વો ઓછાં થઈ જાય છે.
ભોજનને ફરી ગરમ કરવાની જરૂર પડતી નથી
જ્યારે તમે ભોજનને વારંવાર ગરમ કરો છો ત્યારે તેમાં રહેલાં પોષક તત્વો નષ્ટ થવા લાગે છે અને તેનાથી ફાયદા મળતાં નથી. કેટલાક ખાદ્ય પદાર્થ તો એવા હોય છે જેને ફરી ગરમ કરવાથી તે હાનિકારક બની જતાં હોય છે. પણ માટીના વાસણમાં પકાવેલું ભોજન લાંબા સમય સુધી ગરમ રહે છે કારણ કે તેનું તાપમાન લાંબા સમય સુધી જળવાય રહે છે અને ભોજન ફરી ગરમ કરવાની જરૂર પડતી નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..