આજે જ્યાં આખી દુનિયા મંગળ પર જીવન શોધવામાં લાગેલી છે ત્યારે દુનિયામાં એક એવું પણ ગામ છે જ્યાં લોકો જમીનની નીચે રહે છે. ખાસ વાત તો એ છે કે આ ગામમાં દરેક સુવિધાઓ મળે છે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય. આ ગામનું નામ છે કુબર પેડી, તે ઓસ્ટ્રેલિયામાં જમીનની 100 ફીટ નીચે વસેલું છે.
જો તમે આ ગામને જોશો તો તમને માટીના ઢગલા અને બંજર પડેલી જમીન સિવાય કંઇ મળશે નહીં. એક નજરે લાગશે કે અહીં તો ગામ કે આબાદી જેવું કંઇ છે જ નહીં. આ માટીના ઢગલાઓની વચ્ચે જે સુરંગો છે તે તમને કૂબર પેડીની ગલીઓ સુધી લઇ જશે અને સાથે તમે જે જોશો તે ઉડાડી દેશે તમારા હોંશ.
આ અંડરગ્રાઉન્ડ ગામમાં 3500 લોકોની વસતી છે અને તેઓ આલિશાન ઘરોમાં રહે છે. તેમાં અનેક સારી સુખ સુવિધાઓ જોવા મળે છે. હોટલથી લઇને સ્વીમિંગ પૂલ, સ્પા અને લક્ઝરી લાઇફની દરેક ચીજ તમને અહીં મળે છે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય.
કૂબર પેડી જાણીતું ટૂરિસ્ટ સ્પોટ પણ છે. અહીં ખાવા- રહેવાથી લઇને ફરવાની પણ વ્યવસ્થા છે.
અહીં આવીને તમે અનુભવો છો કે તમે કોઇ અન્ય દુનિયામાં જ આવી ગયા છો.
પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..
જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેશબુક પેઈજ પર મોકલાવો.