ડબ્બા ટ્રેડિંગમાં PI-PSI એ 50 લાખનો તોડ કર્યાનો વિવાદ, ઉચ્ચ અધિકારીએ બોલાવીને ખખડાવ્યા તો પણ 18 લાખ તો પાસે જ રાખ્યા

જાંબાઝ ક્રાઇમ બ્રાન્ચમાં વરરાજાની જેમ જ સજીધજીને ફરતા એક પીઆઇ અને પીએસઆઇએ થોડા સમય પહેલા ડબ્બા ટ્રેડીંગ કૌભાંડ પકડીને રૃ. ૫૦ લાખનો તોડ કર્યો હતો. જો કે, પીઆઇ અને પીએસઆઇ રૃપિયા લીધા બાદ આરોપીઓની શરત ન માનતા અંતે તોડ પ્રકરણ બહાર આવ્યું હતુ. ઉચ્ચ અધિકારીએ PI-PSIને ખખડાવતા અંતે રૃ.૩૨ લાખ પરત આપ્યા હતા. બાકીના ૧૮ લાખ PIએ પાસે રાખી લીધા હતા.

પીઆઇએ રાજકીય વગનો લાભ લઇને તોડનો તમામ દોષનો ટોપલો પીએસઆઇના માથે ઢોળ્યો હતો. પોલીસ બેડામાં થઈ રહેલી ચર્ચા મુજબ ક્રાઇમ બ્રાન્ચમાં શુટબુટમાં  વરરાજાની જેમ ફરતા એક પીઆઇ અને અન્ય એક પીએસઆઇએ પશ્ચિમ વિસ્તારમાં થોડા સમય પહેલા લાઈસન્સ વગર ચાલતું ડબ્બા ટ્રેડીંગ કૌભાંડ ઝડપી પાડયું હતુ. ક્રાઇમ બ્રાન્ચે બે આરોપીની ધરપકડ કરી હતી.

ઉપરાંત મુખ્ય આરોપીને પકડવા ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ અમદાવાદ બહાર ગઇ હતી.  દરમ્યાન પકડાયેલા બન્ને આરોપીને રિમાન્ડ વખતે નહીં મારવા અને અન્ય પુરાવા નાશ કરવા માટે ક્રાઇમ બ્રાન્ચના એક પીઆઇ અને પીએસઆઇએ ૫૦ લાખનો તોડ કર્યો હતો.

જો કે, તોડ કર્યા બાદ પણ આ પીઆઇ અને પીએસઆઇએ આરોપીને રિમાન્ડ દરમ્યાન ફટકાર્યા હતા. જેથી રૃ.૫૦ લાખ તોડકાંડની ગંધ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સુધી પહોંચી હતી. ઉચ્ચ અધિકારીએ તાત્કાલિક પીઆઇને ખખડાવીને રૃ.૫૦ લાખ પરત કરવા આદેશ કર્યો હતો.

પરંતુ પીઆઇ રાજકીય વગ ધરાવતા હોવાથી ઉચ્ચ અધિકારીના આદેશની અવગણના કરી હતી. ફરીથી ઉચ્ચ અધિકારીએ પીઆઇ પીએસઆઇને પોતાની ચેમ્બરમાં બોલાવીને રીતસરના ખખડાવીને તમામ રૃપિયા પરત આપવા કહ્યું હતુ.

જેથી પીએસઆઇ ગભરાઇ જતાં તેણે તેના અને પીઆઇ પાસેથી તોડના પૈસા લઇને આરોપીઓને પરત રૃ. ૩૨ લાખ આપ્યા હતા. બાકીના રૃ.૧૮ લાખ શુટ બુટમાં ફરતા પીઆઇએ તેમની પાસે રાખ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો