સુરતમાં પાટીલપુત્રને પોલીસની સલામ: ભાજપના જ કાર્યકરે ફોટો ટ્વીટ કરતા વિવાદ, બંધારણીય હોદ્દા વગર સલામી લેવાને પગલે લોકોએ ટીકા કરી

ભાજપ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના પુત્ર જિજ્ઞેશ પાટીલને રેલવે સ્ટેશને આરપીએફના જવાને સલામ કરતા ભારે વિવાદ થયો હતો. ધાબળા વિતરણના કાર્યક્રમ દરમિયાન ભાજપના જ એક કાર્યકરે ક્લિક કરેલો ફોટો ટ્વિટ કર્યો હતો. ટ્વિટ કરતાની સાથે જ વિવાદ થતા આ ફોટો ડિલિટ કરી દેવાયો પરંતુ તે પહેલા આપના હાથમાં આવતા વાઇરલ કરાયો હતો.

બંધારણીય હોદ્દા વગર સલામી લેવાને પગલે પાટીલ સામે સોશિયલ મીડિયામાં લોકોએ ટીકા કરી હતી. બીજી તરફ કોંગ્રેસે પણ ઘટનાનો વિરોધ કર્યો હતો. આપે વાઇરલ કરેલી ટ્વિટમાં લખ્યું હતું કે સીઆર પાટીલ ભાજપના પ્રદેશ અધ્યક્ષ છે તો શું? તેમના પુત્રને પણ પોલીસે સલામી આપવાની? કોઈપણ પ્રકારના બંધારણીય હોદ્દા વિના સલામી આપી શકાય નહીં. આ પોલીસ ડિપાર્ટમેન્ટનું અપમાન કહેવાય

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો