આ ખેડૂતને નથી નડતી મંદી, કોન્ટ્રાક્ટ ફાર્મિંગથી કરે છે લાખોની કમાણી

બનાસકાંઠામાં બટાકાની ખેતી મુખ્ય છે. જેમાં છેલ્લા ત્રણેક વર્ષથી મંદી ચાલી રહી છે. જેથી ખેડૂતો અને વેપારીઓને નુકસાન થઇ રહ્યું છે. પરંતુ અમીરગઢના રામપુરા-વડલાના ખેડૂતો કોન્ટ્રાક્ટ ફાર્મિંગથી 22 એકરમાં બટાકાની ખેતી કરી રૂ. 14 લાખના ખર્ચ સામે રૂ. 35 લાખનું ઉત્પાદન મેળવ્યું હતું. આમ ચાર માસમાં જ અધધધ કહી શકાય તેટલો રૂ. 21 લાખનો નફો મેળવ્યો હતો.

22 એકરમાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગથી બટાકાની ખેતી કરી

બનાસકાંઠા જિલ્લો બટાકાની ખેતીમાં રાજ્યભરમાં પ્રખ્યાત છે. ત્યારે છેલ્લા ત્રણેક વર્ષથી બટાકામાં મહામંદી ચાલી રહી છે. જેને લઇ ખેડૂતો અને વેપારીઓને મોટું નુકસાન થઇ રહ્યું છે. ત્યારે અમીરગઢના રામપુરા-વડલાના ખેડૂત ઇસ્માઇલભાઇ શેરૂએ કોન્ટ્રાક્ટર ફાર્મિંગથી બટાકાની ખેતી કરી હતી. આ અંગે ખેડૂત ઇસ્માઇલભાઇ શેરૂએ જણાવ્યું હતું કે, ‘22 એકરમાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગથી બટાકાની ખેતી કરી હતી.

બટાકામાં પણ લાખોના ખણખણીયા

જેમાં 22 એકરમાં બટાકાની ખેતીમાં અંદાજે 14 લાખ જેટલો ખર્ચ કરી રૂ. 35 લાખ રૂપિયા જેટલું ઉત્પાદન મેળવ્યું છે. જે બટાકાના 20 કિલોના રૂ. 184 ના ભાવે કંપની જોડે કોન્ટ્રાક્ટ કર્યો હતો.’ આમ ચાર માસમાં બટાકાની ખેતીમાં ખેડૂતે અધધધ કહી શકાય તેટલો રૂ. 21 લાખ નફો મેળવ્યો છે. બનાસકાંઠા જિલ્લાના હોંશિયાર ખેડૂતો પોતાની સુઝબૂઝથી ખેતી કરી બટાકામાં પણ લાખોના ખણખણીયા ગણી રહ્યો છે.

કોન્ટ્રાક્ટર ફાર્મિંગથી ખેતી એટલે શું ?

કોન્ટ્રાક્ટર ફાર્મિંગ ખેતીમાં કંપની જોડે પહેલાથી કોન્ટ્રાક્ટ કરવામાં આવે છે. જેમાં ખેડૂત જોડે પહેલેથી માલની ગુણવત્તા મુજબ ભાવ નક્કી થઇ જાય છે. જેમાં બજારમાં મંદી હોય કે તેજી પરંતુ આ કોન્ટ્રાક્ટ કરેલા ભાવે જ કંપનીના દ્વારા માલની ખરીદી થાય છે. જેમાં કંપની દ્વારા ખેડૂતના ખેતરમાં આવી પોતાના મજૂર અને વાહનો લગાવી માલ ભરાય છે. આમ કોન્ટ્રાક્ટ ફાર્મિંગથી ખેડૂતને પોતાનો માલ બજારમાં વેચવા જવું પડતું નથી તેમજ મજૂરી ખર્ચ બચી જતાં મોટો ફાયદો થાય છે.

પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો. જો આપની પાસે ખેતીવાડી અને ખેડૂતને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા WhatsApp નંબર પર – 7878670799 અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

ખેડુપ્રેરણાત્મક સ્ટોરી