લોકસભામાં કંઝ્યૂમર પ્રોટેક્શન બિલ-2018 પાસ કરવામાં આવ્યું હતું. આ બિલે કંઝ્યૂમર પ્રોટેક્શન એક્ટ-1986ને રિપ્લેસ કર્યું છે. છેલ્લા ત્રણ દશકોથી તેમા કોઇ બદલાવ થયા નહોંતા. કંઝ્યૂમર અફેયર્સ મિનિસ્ટર રામ વિલાસ પાસવાને કહ્યું કે, નવા ફેરફાર બાદ કંઝ્યૂમરનો અધિકાર મજબૂર રહેશે. હાલમાં આ બિલ લાગૂ થયું નથી. હજુ તેને રાજ્યસભામાં પાસ થવાનું બાકી છે. બિલ લાગૂ થયા બાદ આ અધિકાર દરેક ગ્રાહકોને મળશે.
શું ફેરફાર કર્યા બિલમાં
– નવા બિલમાં પ્રપોઝ કરવામાં આવ્યું કે, ગ્રાહકોની ફરિયાદના સમાધાન માટે ડિસ્ટ્રિક્ટ, સ્ટેટ અને નેશનલ લેવલ પર કંઝ્યૂમર ડિસ્પ્યૂટ રિડ્રેસલ કમીશન અને ફોરમનું ગઠન કરવામાં આવે. તેનાથી દરેક સ્તર પર ગ્રાહકોની ફરિયાદનું સમાધાન તરત થઇ શકે.
– ગ્રાહકોના અધિકારોને પ્રમોટ અને પ્રોટેક્ટ કરવા માટે સેન્ટ્રલ કંઝ્યૂમર પ્રોટેક્શન અથોરિટી (CCPA)નું ગઠન હોઇ શકે છે.
– અનફેર ટ્રેડ પ્રેક્ટિસ, સેફ્ટી ઇશ્યૂ, કોઇ પ્રોડક્ટનો ઓર્ડર, રિકોલ અથવા કોઇ સર્વિસ બંધ થવા જેવા ઇશ્યૂને CCPA સોલ્વ કરશે. તેના સંબંધિત ફરિયાદ અહીં કરી શકાશે.
– ડિસ્ટ્રિક્ટ, સ્ટેટ અને નેશનલ લેવલ પર કંઝ્યૂમર પ્રોટેક્શન કાઉન્સિલનું ગઠન પણ કરવામાં આવશે.
– આ બિલમાં સરકારે ઇ-કોમર્સને પણ નિયમોના અંદર લઇ લીધા છે. ઇન્ટરનેટ દ્વારા અનફેર ટ્રેડ પ્રેક્ટિસ થવા પર એક્શન લેવામાં આવી શકે છે.
શું છે ગ્રાહકના અધિકાર
– દરેક ગ્રાહક પાસે જીવનની સુરક્ષાનો અધિકાર છે. કોઈપણ ઉત્પાદન, માલ અથવા સેવા તેના જીવન માટે જોખમ હોવી જોઈએ નહીં.
– ગ્રાહક પાસે કોઈપણ ઉત્પાદન અથવા સર્વિસની ગુણવત્તા, જથ્થા અને શુદ્ધતાનો અધિકાર છે.
– કોઈપણ ઉત્પાદનો અને સર્વિસની કિંમત દ્વારા તેને ઠપકો આપી શકાતો નથી.
– ઉપભોક્તાને તેમની ફરિયાદો સાંભળવવા અને તેનું નિવારણ કરવાનો અધિકાર છે.
કેટલી લાગશે પેનલ્ટી
– જો તમે નિયમો અનુસાર નથી કરી રહ્યા, તો 3 વર્ષની સજા છે અને ઓછામાં ઓછો 25 હજાર રૂપિયાનો દંડ ચુકવવો પડશે. ફાઇન એક લાખ સુધી હોઈ શકે છે.
– જો મામલો ગંભીર છે તો સજા અને દંડ બંનેને થઇ શકે છે.
– હવે 1 કરોડ સુધીનો મામલો ડિસ્ટ્રિક્ટ, 1 કરોડથી 10 કરોડ સુધીનો મામલો સ્ટેટ અને 10 કરોડથી વધારેનો મામલો નેશનલ લેવલ પર જોવામાં આવશે.
– મધ્યસ્થી માટે મેડિએશન સેલ પણ ડિસ્ટ્રેક્ટ, સ્ટેટ અને નેશનલ લેવલ પર ગઠીત કરવામાં આવશે.