ભાજપ અને કોંગ્રેસ વચ્ચે પેટ્રોલની કિંમતોને લઇને ફરી એકવાર જંગ છેડાઇ ગઇ છે. ખરેખર આ જંગ કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પૂરીના એક ટ્વિટ પછી શરૂ થઇ છે. પુરીએ મંગળવારે રાત્રે ટ્વિટર પર હવાઇ જંહાજના ઇંધણ એટીએફની કિંમતો સામાન્ય પેટ્રોલ કરતા ઓછી હોવા અંગે ખુલાસો કરતા ગાંધી પરિવાર પર શરસંધાન કર્યું હતું. તેમણે વિમાનમાં બેઠેલા ગાંધી પરિવારની તસ્વીર શેર કરીને કહ્યું કે- જે લોકો લક્ઝરી હવાઇયાત્રા કરે છે તેમને ખબર હોવી જોઇએ કે એટીએફની લાગતનો શું મતલબ છે. પૂરીની ટ્વિટ એવા સમયે આવી જ્યારે પેટ્રોલની કિંમતોની તુલના એટીએફ સાથે કરવામાં આવી રહી છે. એટીએફની કિંમત હાલમાં 30 ટકા ઓછી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
કેન્દ્રીય મંત્રી પર કટાક્ષ કરતા કોંગ્રેસ પ્રવક્તા પવન ખેડાએ બુધવારે સવારે વિમાનમાં બેઠેલા ગૌતમ અદાણી અને વિભવકાંત ઉપાધ્યાય સાથે બેઠેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક જૂની તસ્વીર શેર કરીને જવાબ આપ્યો. તેમણે તસ્વીર સાથે લખ્યું હતું કે મોદીજી, હરદીપ પુરીજી આપકે બારે મેં બુરી બાતે કર રહે હૈ.
Modi ji, @HardeepSPuri ji is saying bad things about you https://t.co/BiQsJObGaq pic.twitter.com/o4STuGC77T
— Pawan Khera (@Pawankhera) October 20, 2021
પૂરીએ ટ્વિટર પર તસ્વીર પોસ્ટ કરી હતી તેમાં રાહુલ ગાંધી અને પ્રિંયંકા વાડરાને એક વિમાનની અંદર સોનિયા ગાંધી અને ઇંદિરા ગાંધી સાથે બેઠેલા દેખાઇ રહ્યા છે. તેમણે આની સાથે લખ્યું હતું કે જે લોકો લકઝરી હવાઇ યાત્રા કરે છે તેમને ખબર હોવી જોઇએ કે એટીએફની કિંમત ઓછી હોય તો વિમાનની ટિકિટ સસ્તી થાય છે. ઉડાન યોજના દ્વારા મોદીજીની હવાઇ ચંપલ વાળાને હવાઇયાત્રા કરાવવા કરવાના સપનાની પૂરા કરે છે.
તેમણે જણાવ્યું કે એટીએફ હમેશા સામાન્ય પેટ્રોલ કરતા સસ્તું રહ્યું છે. કેન્દ્ર સરકાર ઉડાન એરપોર્ટ પર એટીએફ ઉપર માત્ર 2 ટકા એક્સાઇઝ લે છે. ઉડાન દ્વારા સરકાર સસ્તી હવાઇ સેવાઓ પૂરી પાડે છે. વધુમાં વધુ લોકોને તે મળી શકે તે માટે ઓછી સેવા વાળા હવાઇ માર્ગોને અપગ્રેડ કરે છે.
પૂરીએ કહ્યું કે એટીએફની ઓછી કિંમતો પર સવાલ ઉઠાવવાને બદલે તેમણે કોંગ્રેસ શાસિત રાજ્યોમાં ઇંધણ પર ટેક્સ અને લેવી ઓછી કરવી જોઇએ.
હાલમાં જ પેટ્રોલ ડિઝલની કિંમતોમાં સતત વધારો થઇ રહ્યો છે. પેટ્રોલ હવે બધા રાજ્યોના પાટનગરોમાં 100 રૂપિયા કે તેનાથી વધુ છે. જ્યારે ડિઝલના ભાવ એક ડઝનથી વધુ રાજ્યોમાં રૂ. 100 છે. દિલ્હીમાં એટીએફની કિંમત 79 રૂપિયા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..