દિવાળી પર ભારતે ચીનને ભણાવ્યો આકરો પાઠ, વોકલ ફોર લોકલની ધૂમ, ચીનને અંદાજે 50 હજાર કરોડનું નુકસાન

વિશ્વમાં સુપર પાવર બનાવાનું સપનુ જોતા ચીનને ભારતે મોટો ઝટકો આપ્યો છે. ભારતના આ પ્રહારને ડ્રેગન લાંબા સમય સુધી ભૂલી નહીં શકે. આ ઘા એટલો મોટો છે કે વિશ્વની મહાસત્તા બનવાનું સપનુ રોળાઈ શકે છે.

ભારતના લોકોએ ચીનને પાઠ ભણાવ્યો
કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ(CAIT)ના રાષ્ટ્રીય અધ્યક્ષ બીસી ભરતિયાના જણાવ્યા પ્રમાણે પૂર્વી લદાખમાં છેલ્લા દોઢ વર્ષથી ભારતની સાથે સૈન્ય સંઘર્ષ પર ઉતરેલા ચીનને ભારતના લોકોએ મોટો પાઠ ભણાવ્યો છે. ભરતિયાના જણાવ્યા પ્રમાણે CAITના ઈન્ટરનલ સર્વેમાં જાણવા મળ્યું છે કે, આ દિવાળી પર ગુરુવાર બપોર સુધીમાં દેશમાં અંદાજે સવા લાખ કરોડનો વેપાર થયો છે. મોટા ભાગના લોકોએ ખરીદી કરતી વખતે એ વાતનું ધ્યાન રાખ્યું છે કે તે સામાન્ય ચીનનો ન હોય.

ચીનને 50 હજાર કરોડનું નુકસાન
લોકોની આ પહેલને કારણે આ વર્ષે દિવાળી પર થયેલા વેપારમાં ચીનને અંદાજે 50 હજાર કરોડનું નુકસાન થયું છે. ડ્રેગનને પાઠ ભણાવવામાં વેપારીઓ અને ખરીદી કરતા લોકોએ બરાબર સાથ આપ્યો. આ વર્ષે દુકાનદારોએ પોતાની દુકાન અને શો રૂમમાં ચીનનો સામાન રાખ્યો ન હતો. તો બીજી તરફ ખરીદી કરતા લોકોએ પણ ચીનનો સામાન ખરીદવાની મનાઈ કરી દીધી હતી. જેને કારણે ચીનને સતત બીજા વર્ષે એવો માર પડ્યો કે તે ભૂલી નહીં શકે.

CAITના રાષ્ટ્રીય મહાસચિવ પ્રવીણ ખંડેલવાલે જણાવ્યું હતું કે ગત વર્ષે ચીનના અતિક્રમણ બાદ સંસ્થાએ દેશભરમાં ચાઈનીઝ સામાનનું વેચાણ ઘટાડવાનું અભિયાન શરૂ કર્યું હતું. આ માટે સંસ્થા તરફથી વ્યાપક અભિયાન ચલાવીને દેશભરના દુકાનદારો અને સામાન્ય લોકોને ચાઈનીઝ વસ્તુઓ વિશે જાગૃત કરવામાં આવ્યા હતા. આ જ કારણ છે કે લોકોએ ચાઈનીઝ ચીજવસ્તુઓને નકારીને તેમને મોટું આર્થિક નુકસાન પહોંચાડ્યું છે. તેમણે કહ્યું કે CAITએ ચીનથી ભારતમાં 1 લાખ 5 હજાર કરોડ રૂપિયાની આયાત ઘટાડવાનું લક્ષ્ય રાખ્યું છે. આગામી વર્ષે ડિસેમ્બર સુધીમાં આ લક્ષ્યાંક હાંસલ કરવામાં આવશે તેવી અપેક્ષા છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો