રાજકોટ ભાજપમાં છેલ્લા કેટલાક સમયથી જયેશ રાદડિયા સામે ભાજપના જ કેટલાક આગેવાનોએ વિરોધ-વાંધા ઉઠાવ્યા છે. ખાસ કરીને ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવે છે ત્યારે ભાજપમાં બે ફાંટા પડી ગયા હોય એવું ચિત્ર સામે આવ્યું છે. એક બાજુ પટેલ જૂથ અને બીજી બાજુ વિજય રૂપાણીનું જૂથ સામસામે છે.
જયેશ રાદડિયા સામે સામે સહકારી ક્ષેત્રમાંથી બેંકમાં ભરતી ને લઈને ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ ભાજપના આગેવાનોએ કર્યા છે. બીજી બાજુ રૂપાણી અને પટેલ જૂથ વચ્ચે તકરાર ઘણા કિસ્સા પ્રજા સામે આવ્યા છે જેમાંથી ભાજપમાં ચાલી રહેલો જૂથવાદ પ્રજાની સમક્ષ આવ્યો છે. એક બાજુ છે રૂપાણી જૂથે બાંયો ચડાવી છે ત્યારે પ્રદેશ પ્રમુખ પાટીલનું ગ્રુપ પણ લડી લેવાના મૂડમાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે છે ત્યારે આ જૂથવાદ મુદ્દે ધ્યાન દોરી શકે છે. તેના પર સૌની નજર છે.
જૂથવાદના કેટલાક કિસ્સાઓ: સૌરાષ્ટ્રમાં રાજકોટ શહેરને ભાજપનો ગઢ માનવામાં આવે છે પરંતુ જિલ્લા ક્ષેત્રમાં રૂપાણી સક્રિય થયું હોવા છતાં રાદડિયા જૂથ સામે તકરારમાં આવ્યું છે. જિલ્લા પંથકમાં વિજય રૂપાણીના ગ્રુપના તળિયા લાવવા માટે ભાજપનો જૂથ કામ કરી રહ્યું છે. ગત વર્ષે નવેમ્બર મહિનામાં ભાજપ નું સંમેલન યોજાયું હતું એ વખતે વિજય રૂપાણીએ ગોવિંદ પટેલને આમંત્રણ પત્રિકા મુદ્દે જાહેરમાં ખખડાવ્યા હતા. એ સમયે હાલના સાંસદ રામ મોકરિયા વચ્ચે પડતા વિજય રૂપાણી એમને પણ નાખ્યા હતા.
તારીખ 20 નવેમ્બરે જ્યારે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ રાજકોટની મુલાકાતે આવ્યા હતા ત્યારે વિજય રૂપાણી સુરતમાં કાર્યક્રમમાં ગયા હતા. બંને વચ્ચે મુલાકાત ન થતા અનેક તર્ક-વિતર્ક ચઢ ગયા હતા આમ જૂથવાદ મુદ્દો સપાટી પર આવી ગયો હતો.
રૂપાણીના ટાઉનમાં પ્રદેશ પ્રમુખ આવે તો એમને શું ઠપકો પડવાનો ડર હતો? એ સમયે સાંસદ રામ મોકરીયાએ કહી દીધું કે જે લોકો પાર્ટીથી દૂર થાય છે એ પાર્ટીથી અલગ જ રહે છે. કોઈનું નામ લીધું ન હતું પણ પ્રજા આ ઈશારો સમજી ગઈ હતી. આ પછી પ્રદેશ પ્રમુખ પાટીલ વજુભાઈ વાળાની મુલાકાતે ગયા હતા. પણ નિવેદન એવું સામે આવ્યું કે, કોઇ જુથવાદ ભાજપમાં નથી.
એ પછી તા.31મી ડિસેમ્બરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટમાં રોડ શૉ માટે રાજકોટ આવ્યા ત્યારે એ સમયે રૂપાણી રાજકોટમાં હોવા છતાં પણ એના રોડ શૉમાં જોડાયા ન હતા. પાટીલ પછી જ્યારે શૉમાંથી જતા રહ્યા ત્યારે સીધા કાર્યક્રમમાં જ રૂપાણી મોઢું દેખાડી હાજરૂ પૂરાવવા માટે આવ્યા હતા.
એટલે એક વાત નક્કી થઈ કે પાટીલ હશે ત્યાં રૂપાણી નહીં હોય આવો. આવો જ લાવા રહ્યો તો સૌરાષ્ટ્રમાંથી ભાજપને ફટકો લાગશે. બીજી તરફ કોંગ્રેસ સૌરાષ્ટ્રમાં પાવરફૂલ રહી છે. સૌરાષ્ટ્રમાં આવી ઘટનાની અસર સ્પષ્ટ જોવા મળી શકે છે.
આ પછી પોલીસ કમિશનર કાંડ સામે આવ્યો. જેમાં મનોજ અગ્રવાલને રૂપાણીના માણસ માનવામાં આવતા હતા. પણ રાજકોટ દક્ષિણના ધારાસભ્ય અને ભાજપના સક્રિય સભ્ય ગોવિંદ પટેલે લેટરબોંબ ફોડીને કમિશનર સહિત બીજા ત્રણ પોલીસકર્મીનો કાંટો કાઢ્યો. પોલીસકર્મી ઘરભેગા થયા અને કમિશનરની જૂનાગઢ ટ્રાંસફર થઈ ગઈ.
બીજી બાજું સહકારી ક્ષેત્રના 4 અસંતુષ્ટ આગેવાન વિજય સખિયા, પરસોતમ સાવલિયા, નીતિન ઢાંકેચા અને હરદેવસિંહ જાડેજા જયેશ રાદડિયા સામે પડ્યા છે. જયેશ રાદડિયા પણ રૂપાણી જૂથમાંથી એક છે. રૂપાણીની સરકારમાં તેઓ મંત્રી પદે હતા. પણ હવે સહકારી ક્ષેત્રે સક્રિય થતા અને ભરતીમાં ગોટાળા કર્યાના આક્ષેપસર ઘેરાયેલા છે.
આ પછી દેવજી ફતેપરા નારાજ થયા હતા. જેનો ફટકો કોળી સમાજમાંથી પડે એમ છે. બાવળિયાએ રામ-લક્ષ્મણની જોડી તોડી છે, આ નિવેદનના ઘણા અર્થ સમજી શકાય છે. તો સામે કુંવરજી બાવળિયાએ પણ જવાબ આપતા રોકડું પરખાવી દીધું કે, દેવજીભાઈને સાબરિયા અને મુંજપરા સાથે વાંધો એમાં મારું નામ ઉછાળ્યું છે.
એવી પણ ચોખવટ કરી કે કોઈ રામ લક્ષ્મણની જોડી છે જ નહીં. આમ ભાજપમાં બે જુથ સામસામે છે. એવામાં રાજકોટના રાજકારણનો માહોલ ઉકલી રહેલા લાવા જેવો છે. જેની અસર આગામી ચૂંટણીમાં જોવા મળી શકે છે. કોંગ્રેસ પોતાની આંતરિક મજબૂતી સાથે સૌરાષ્ટ્રમાં અંદરખાને સક્રિય થઈ રહી છે.
સી.આર. પાટીલની ટીમઃ ભરત બોઘરા, પ્રશાંત કોરાટ, હરદેવસિંહ જાડેજા, નીતિન ઢાંકેચા, પૂરૂષોત્તમ સાવલિયા, વિજય સખિયા
વિજય રૂપાણીની ટીમઃ જયેશ રાદડિયા, કુંવરજી બાવળીયા, ભૂપત બોદર, દેવજી ફતેપરા
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..