પંજાબમાંથી આમ આદમી પાર્ટીને વિધાનસભાની ચૂંટણીમાં અસાધારણ સફળતા મળી છે. એ પછી હવે ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટી ભાજપને ટક્કર આપવા માટે તનતોડ મહેનત કરી રહી છે. હાલમાં તો આમ આદમી પાર્ટી ગુજરાતમાં ‘માન’ જેવા કદાવર નેતાની શોધમાં છે. ભાજપથી નારાજ પટેલ દિગ્ગજ નેતાને મુખ્યમંત્રીનો ચહેરો બનાવીને ગુજરાતમાં આમ આદમી પાર્ટી એન્ટ્રી લઈ શકે છે. અરવિંદ કેજરીવાલની સાથે ભગવતસિંહ માન પણ ગુજરાતમાં પોતાની ટીમ તૈયાર કરવા માટે ખાસ ધ્યાન આપી શકે એમ છે.
દિલ્હી અને પછી પંજાબમાં સફળતા પ્રાપ્ત થયા બાદ આમ આદમી પાર્ટીનો ઉત્સાહ અનેકગણો વધારે છે. તેથી આ જુસ્સો અને ચૂંટણી મેનેજમેન્ટનું મોડલ જે પંજાબમાં લાગુ કરાયું હતું એ જ ગુજરાતમાં પણ અપનાવવામાં આવી શકે છે. હાલમાં તો આમ આદમી પાર્ટીની નજર નરેશ પટેલ અને હાર્દિક પટેલ છે. ગુજરાતમાં લડવા માટે પહેલા ભાજપે પાટીદારોનો સાથ લીધો. હાલમાં આપ વેરવિખેર છે. અત્યારે આમ આદમી પાર્ટી પાસે કોઈ ચોક્કસ ચહેરો કે રાજકીય કુનેહકાર નથી. જેના કારણે આમ આદમી પાર્ટીના નેતાઓ પોતાની રીતે રાજનીતિ કરી રહ્યા છે. આવા સમયે આમ આદમી પાર્ટીની નજર પાટીદાર આગેવાનો પર છે. જે મુખ્યમંત્રી પદનો ચહેરો બની શકે. જેમાં નરેશ પટેલ અને હાર્દિક પટેલ પર ધ્યાન કેન્દ્રીત કરાયું છે. આમ આદમી પાર્ટીનું ગણિત એવું લાગે છે કે, ગુજરાતમાં પાટીદાર હજુ ભાજપથી કોઈને કોઈ રીતે અસંતુષ્ટ છે. જેનો લાભ નરેશ પટેલ કે હાર્દિક પટેલને આપી મુખ્યમંત્રી પદનો ચહેરો બનાવી ગુજરાતમાં ચૂંટણી લડવામાં આવે તોત ભાજપને પૂરી રીતે ટક્કર આપી શકાય એમ છે.
આમ આદમી પાર્ટી પંજાબના મોડેલથી ગુજરાતમાં ચૂંટણી લડવાના મૂડમાં જણાય છે. હાલમાં તો જે રીતે તમામ પક્ષોમાં ચૂંટણીની વ્યૂહરચના ગોઠાવાઈ રહી છે એને જોતા એવું લાગે છે કે, આમ આમી પાર્ટીમાં સંગઠન મજબુત કરવા પ્રયાસ ચાલી રહ્યા છે. ગુજરાતમાં સુરતથી તો આમ આદમી પાર્ટીની એન્ટ્રી થઈ ચૂકી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બેઠકો પણ મળી હતી. જોકે, છેલ્લા મહિને સુરતમાંથી આમ આદમી પાર્ટીમાં ભંગાણ પડતા આમ આદમી પાર્ટીના નેતાઓમાં હતાશા છે એ નક્કી છે. પણ પંજાબમાં કેપ્ટન અને સિદ્ધું જેવા કદાવર નેતાને પછડાટ આપીને બહુમતી સાથે સત્તા સુધી પહોંચી ગઈ છે. આ ચૂંટણીના માહોલમાં અરવિંદ કેજરીવાલ આવનારા પંદર દિવસમાં ગુજરાતની મુલાકાત લે એવી શક્યતાઓ છે. જે સમયે અનેક દિગ્ગજ નેતા કે આગેવાનને આમ આદમી પાર્ટીમાં જોડવા માટે પ્રયાસ કરાશે. આવી શક્યતાઓ વચ્ચે સૌથી મોટો અને ચર્ચાસ્પદ મુદ્દો નરેશ પટેલનો છે.
કારણ કે, હાલ તો તેઓ કંઈ બોલવાના મુડમાં નથી. સમાજનો ઉલ્લેખ કરીને વાત ટૂંકાવી દે છે. ગુજરાતમાં પ્રચારથી આની આશિંક અસર થશે એવું મનાય છે. જ્યારે નરેશ પટેલ કોઈ મોટો ધડાકો કરે તો નવાઈ જરૂર જશે. કારણ કે આ પહેલા હાર્દિક પટેલ પણ નરેશ પટેલને ઓફર કરી ચૂક્યા છે. સુરતમાં 27 બેઠક સાથે આમ આદમી પાર્ટી વિપક્ષ બનાવવામાં સફળ પુરવાર થઈ હતી. પછી આમ આદમી પાર્ટીના કોર્પોરેટરે પક્ષ પલટો કરી ભાજપનો ભગવો ધારણ કર્યો. જેમાં જાન્યુઆરી મહિનામાં મહેશ સવાણીએ પક્ષને અલવિદા કહી દીધુ હતું. ફેબ્રુઆરીમાં કોર્પોરેટરે પાર્ટી છોડી. પછી છ કોર્પોરેટરના રાજીનામા પડ્યા. જેમાં વિપુલ મોવલિયા, ભાવનાબેન સોલંકી, જ્યોતિકાબેન લાઠિયા, મનીષાબેન કુકડિયા, ઋતા કાકડિયા અને કુંદન કોઠિયા પક્ષને આવજો કહી જતા રહ્યા. પછી આ તમામ ભાજપમાં જોડાઈ ગયા
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..