આ બેસ્ટ ઘરેલૂ નુસખાઓ તમારી અનેક સમસ્યાઓને ફટાફટ ઠીક કરશે, નોંધી લેશો તો આવશે કામ

સદીઓથી સ્વાસ્થ્ય સમસ્યાઓને દૂર કરવા માટે વિવિધ ઔષધોનો ઉપયોગ થતો આવ્યો છે. આ ઔષધો આપણી આસપાસ અથવા ઘરમાં જ સરળતાથી મળી રહે છે. પણ લોકો તેની અવગણના કરીને ડોક્ટર પાસે જાય છે અને દવાઓ લે છે. જેની સાઈડ ઈફેક્ટથી શરીરને નુકસાન થાય છે. પણ કેટલીક એવી ઔષધીઓ જે તમારી આસપાસ જ ઉપલબ્ધ છે તેનો ઉપયોગ કરીને ઘણી બધી સમસ્યાઓ તમે દૂર કરી શકો છો.

તુલસી

-તુલસીના પાનનો રસ અને કાળા મરી ખાંસીનો રામબાણ ઉપાય છે. તેના માટે લગભગ 30 તુલસીના પાન લેવા અને તેમાં 4 કાળા મરી મિક્સ કરી વાટી લેવું. આ મિશ્રણ દાંતમાં દબાવીને રાખવાથી દાંતનો દુખાવો દૂર થાય છે.

-તુલસીના સૂકાયેલા પાનનો ઉપયોગ દંતમંજન તરીકે પણ કરી શકાય છે. આ મોંમાંથી આવતી દુર્ગંધને રોકવાનું પણ કામ કરે છે.

-અસ્થમાનો અટેક આવે ત્યારે તુલસીના 5-10 પાન ગરમ પાણીમાં ઉકાળી તેને પીવો.

-ફુદીનાનો રસ, તુલસીના પાનનો રસ અને મધ મિક્સ કરીને ખીલ પર લગાવવાથી ખીલ ગાયબ થઈ જશે.

આદુ

-ગ્રામીણ વિસ્તારોમાં સૂંઠ, ગોળ, ઘીને સમાન માત્રામાં મિક્સ કરીને નાની ગોળીઓ બનાવી ખાંસીની સમસ્યામાં આપવામાં આવે છે.

-મેથીના પાનનો તાજો રસ, આદુ અને મધ ધીમી આંચ પર થોડીવાર ગરમ કરી અસ્થમાના દર્દીને આપવાના તરત આરામ મળે છે.

-આદુના થોડાં ટુકડાં (લગભગ 10 ગ્રામ), આખા ધાણા (2 ચમચી), ગોળ (20 ગ્રામ) લઈ 2 કપ પાણીમાં ઉકાળીને ઠંડુ થાય એટલે ગર્ભવતી સ્ત્રીઓને આપવાથી પેટ અને છાતીમાં બળતરાની પ્રોબ્લેમ દૂર થાય છે.

લસણ

-લસણની કળીને 40 દિવસ માટે મધમાં પલાળીને રાખો અને પછી રોજ 1 ચમચી તેનું સેવન કરવાથી તોતડાવાની સમસ્યામાં રાહત મળે છે. સાથે જ ગળાના ઈન્ફેક્શનમાં પણ રાહત મળે છે.

-દૂધ પીવડાવતી સ્ત્રીઓ રોજ લસણની 2 કળી ખાય તો ધાવણ વધુ બને છે.

-વીંછી કરડી જાય તો તે ભાગ પર લસણ અને મીઠું વાટીને લગાવવાથી આરામ મળશે.

-1 ગ્લાસ પાણીમાં 1 ચમચી લસણનો રસ મિક્સ કરી 3 મહિના સુધી રોજ દિવસમાં 2વાર પીવાથી અસ્થમા અને લોહીના વિકારમાં ફાયદો થાય છે.

-પીઠ દર્દની સમસ્યા માટે રોજ 2 કળી લસણ ચાવીને ખાઈ લો. આ બેસ્ટ ઉપાય છે. તમે લસણના તેલથી પીઠની માલિશ પણ કરી શકો છો.

ડુંગળી

-રોજ ડુંગળી અને ગોળ ખાવાથી હેલ્ધી રીતે વજન વધારી શકાય છે.

-લગભગ 30 ગ્રામ ડુંગળીમાં 7 કાળા મરી વાટીને કોલેરાના દર્દીને આપવાથી ફાયદો થાય છે.

-ડુંગળી કાપીને તેમાં મીઠું મિક્સ કરીને આખી રાત મૂકી દો. આ મિશ્રણલ ઘા પર 3-4 વાર આ મિશ્રણ લગાવવાથી આરામ મળે છે.

-50 ગ્રામ ડુંગળી કાપીને 1 કપ પાણીમાં 2 કલાક માટે મૂકી દો. તેનું સેવન કરવાથી લોહીવાળા હરસ-મસામાં રાહત મળે છે.

મેથી

-મેથી પાઉડરને પાણીમાં મિક્સ કરી તેની પેસ્ટ બનાવી સ્કેલપમાં લગાવવાથી ડેન્ડ્રફ જડથી ખતમ થાય છે અને વાળ મજબૂત થાય છે અને ખરતાં નથી.

-કરચલીઓ, ખીલ, કાળા ડાઘ દૂર કરવા મેથીના પાનનો તાજો રસ કાઢી 10-15 મિનિટ લગાવો. પછી પાણીથી ચહેરો ધોઈ લો.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેશબુક પેઈજ પર મોકલાવો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો