શિયાળો આવતાની સાથે જ શરદીની સમસ્યાથી પરેશાન છો? તો ટ્રાય કરો લવિંગનો આ રામબાણ ઉપાય

હવે ગરમી નહીં પણ શિયાળો શરૂ થઇ ગયો છે. દિવાળી પણ નજીક આવી રહી છે. ત્યારે શરદીની સમસ્યા અનેક લોકોને થતી હોય છે. પણ કોરોના કાળમાં શરદીની સમસ્યા તમારી ચિંતા પણ વધારી શકે છે. વળી કેટલીક વાર ઘરે દિવાળી સફાઇ કરવાથી એલર્જીક શરદી પણ થાય છે. જો કે લવિંગ શરીરને અંદરથી ગરમ રાખવા અને પિત્તને લગતી સમસ્યાને દૂર કરવા આયુર્વેદિકની દ્રષ્ટ્રીએ ધણી ઉપયોગી છે.

દાંતના દુખાવાથી લઇને શરદી અને પેટના દુખાવાની સમસ્યામાં લવિંગનો ઉપચાર તમને લાભકારી થઇ શકે છે. તેવી કેટલીય બીમારીઓ છે જેનું સમાધાન આપણને આપણા રસોડામાં જ મળી જાય છે. મસાલા તરીકે ઉપયોગમાં લેવાતા લવિંગ કેટલીય બીમારીઓમાં ફાયદો પહોંચાડે છે. લવિંગ ઔષધિય ગુણોનો ખજાનો છે. તેમાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન, કેલ્શિયમ, ફૉસ્ફોરસ, પોટેશિયમ, આયર્ન, કાર્બોહાઇડ્રેટ્સ, સોડિયમ અને હાઇડ્રોક્લોરિક એસિડ મળી આવે છે. ત્યારે સામાન્ય શરદીમાં તમે પણ આ ઉપચારો અજમાવી શકો છો.

લવિંગ- જ્યારે માથામાં અસહ્ય દુખાવો થતો હોય ત્યારે લવિંગને લસોટીને તેને રૂમાલમાં બાંધીને માથા પર લપેટો. આ ઉપરાંત તે સમયે બીજા રૂમાલમાં લવિંગનો ભૂકો બાંધીને તેને સૂંઘો, આમ કરવાથી માથાના દુખાવામાં રાહત રહેશે.

કેટલાક લોકોને મોંઢામાં દુર્ગંધ આવવાની ફરિયાદ રહે છે, આવું મોટા ભાગે દાંતના સડાના કારણે પણ થતું હોય છે. તેવી સ્થિતિમાં મોંમા લવિંગ ખૂબ જ ફાયદાકારક હોય છે. દરરોજ સવારે મોંઢામાં લવિંગ રાખવાથી દુર્ગંધ દૂર થાય છે. વળી સિગરેટ કે નોનવેજ ખાદ્યા પછી તેની દુર્ગંધ દૂર કરવા માટે પણ લવિંગ ચાવવામાં આવે છે.

વાયુ અને પિત્ત બંનેને લગતી બિમારીમાં લવિંગ ફાયદા કારક છે. પેટ સંબંધિત બીમારીઓમાં લવિંગ ખૂબ જ અસરકારક છે. અપચો, પેટમાં ગેસ અથવા તો કબજિયાતની સમસ્યાથી પીડિત લોકો માટે લવિંગ ઘણું ફાયદાકારક હોય છે. સવારે ખાલી પેટ એક ગ્લાસ પાણીમાં લવિંગનાં તેલના ટીપાં નાંખીને પીવાથી ઘણો આરામ મળે છે.

જે લોકોના વાળ ખરે છે તેમને લવિંગમાંથી બનાવેલ કન્ડીશનરનો ઉપયોગ કરી શકે છે. વાળને લાંબા અને ભરાવદાર બનાવવા માટે પણ લવિંગનો ઉપયોગ કરવામાં આવે છે. લવિંગને થોડાક પાણીમાં ગરમ કરીને વાળ ધોવાથી વાળ ભરાવદાર અને મજબૂત થાય છે. ડિસ્કેલમર- ઉપરોક્ત તમામ જાણકારી સર્વ સામાન્ય માહિત પર આધારિત છે. ન્યૂઝ 18 ગુજરાતી તેની કોઇ પુષ્ટી નથી કરતું. નોંધનીય છે કે આ પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓમાં ઘરેલૂ નુસ્ખાઓનો ઉપયોગ કરતાં પહેલાં ડૉક્ટર અથવા નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો