શિયાળાની સિઝનમાં મોટાભાગના લોકોને શરદી અને ઉધરસ થાય છે. નાક બંધ થવુ અને છીંક-ખાંસી ખાવી આ બધી સામાન્ય વાત છે. આ સાથે કોરોનાના કેસો વધવા લાગ્યા છે. એવામાં આરોગ્યનું ધ્યાન રાખવુ ખૂબ જરૂરી છે.
રોગપ્રતિકારક શક્તિ જાળવવા આટલું કરો
શરદી અને ઉધરસ બંધ થઈ જાય તો તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિ જળવાઈ રહેશે. આવો, આ સમસ્યાઓથી છૂટકારો મેળવવા માટે તમને કેટલાંક સરળ ઘરેલુ નુસ્ખા જણાવીએ છીએ. જેને અપનાવીને તમે ડૉકટર પાસે ગયા વગર સ્વસ્થ થઇ શકો છો.
આદુવાળી ચા
શરદી અથવા ફ્લૂના લક્ષણ દેખાતા જ તમારે આદુનુ સેવન વધારી દેવુ જોઈએ. આદુવાળી ચા અને આદુવાળુ દૂધ આ સમસ્યાઓ માટે રામબાણ ઈલાજ જણાવવામાં આવ્યો છે. જેના માટે તમારે આદુ બિલ્કુલ નાનુ કરીને એક ગરમ કપ અથવા દૂધમાં થોડી વાર ઉકાળવુ. ઉકાળ્યાં બાદ જ્યારે પીવાલાયક થાય ત્યારે તેને ધીરે-ધીરે પીવુ જોઈએ. આ નુસ્ખો શરદી-ઉધરસ મટાડી દેશે.
હળદરવાળુ દૂધ
મોટા વડીલો હળદરવાળાં દૂધ પ્રત્યે હંમેશા લોકોને જાગૃત કરે છે. હળદરવાળું દૂધ શરદી-ઉધરસમાંથી રાહત અપાવે છે. આ સાથે રોગપ્રતિકારક ક્ષમતા પણ વધારે છે. ગરમ દૂધમાં એક ચમચી હળદર મિલાવીને તેને ઉકાળીને પીવાથી શરદી-ઉધરસમાંથી જલ્દી રાહત મળે છે. હળદરમાં એન્ટી વાયરલ અને એન્ટી બેક્ટેરીયલ ગુણ હોય છે, જે શરદી-ઉધરસના વાયરસ સામે લડવામાં ખૂબ જ અસરકારક સાબિત થાય છે.
તડકો અત્યંત જરૂરી
શરદી-ઉધરસથી પરેશાન વ્યક્તિએ થોડી વાર તડકામાં ફરજીયાત બેસવુ જોઈએ. જેનાથી શરદી-ઉધરસ વખતે સારું અનુભવાય છે. જેટલુ શક્ય હોય તેટલુ તડકામાં બેસવુ જોઈએ.
પાણીનું સેવન વધારવુ જોઈએ
શરદી-ઉધરસથી પીડિત વ્યક્તિએ પાણી પુષ્કળ પ્રમાણમાં પીવુ જોઈએ. કારણકે આ સમસ્યાથી ગ્રસિત વ્યક્તિનુ શરીર ડિહાઈડ્રેટ થાય છે. શરીરને હાઈડ્રેટ રાખવા માટે ગરમ પાણી અથવા નોર્મલ પાણી વધુમાં વધુ પીવુ જોઈએ.
ગરમ સૂપ પણ આપે છે રાહત
શરદી-ઉધરસમાં ગરમ ચીજ વસ્તુઓનું સેવન કરવુ જોઈએ. ગળામાં દુ:ખાવો અથવા સ્વાદ સારો ના આવવાથી ગરમ સૂપ પીવુ જોઈએ. કાળા મરી મિલાવીને સૂપનુ સેવન કરવાથી શરદી-ઉધરસમાં શરીરમાં સારું અનુભવાય છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..