શરદી એની જાતે મટી જાય છે. છતાં તેના જીવાણુની અસર ઓછી કરવામાં કેટલાંક ઘરગથ્થુ ઉપાય ઉપયોગી છે. ભિન્ન માન્યતા મુજબ કબજિયાત અને નબળી પાચનશક્તિ, શરદી- કફની સંભાવનાને વધારે છે. અનિયમિત ખાનપાન, ઠંડા ખાદ્યોનું અધિક સેવન, ઘી-તેલનું અધિક સેવન અને ઋતુના ફેરફાર પણ તેમાં ફાળો આપે છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
રાહત માટે આટલું કરો
૧. આદુંની ગરમ ચા પીઓ. આ ચા બનાવવા માટે પાણીમાં આદુંને ઉકાળો અને પછી ગાળીને તેમાં થોડું મધ ઉમેરો. આદુંને ચાવીને પણ ખાઇ શકાય.
૨. તજ, સૂંઠ થાઇમ અને લવિંગને પાણીમાં ઉકાળો. ઉકાળ્યા બાદ તેને ૩ મિનિટ ઢાંકી રાખો. પછી ગાળીને પીઓ.
૩. યુકેલિપ્ટસ અને મધની ચા બનાવો. ગરમ પાણીમાં યુકલિપ્ટસ ઓઇલના ૨-૩ ટીપાં નાંખો. થોડું મધ મેળવીને પીઓ.
૪. જૂનો અને જાણીતો ઉપાય છે. હોટ-ચિકન- સૂપ તેની ગરમ વરાળ જામી ગયેલા નાક અને શ્વસનમાર્ગને ખોલે છે. ચિકનના સૂપમાં એન્ટી-ઇન્ફ્લેમેટરી તત્ત્વો હોય છે જે દાહ-બળતરાને દૂર કરે છે.
૫. નારંગીનો રસ પીઓ. તેમાં રહેલું વિટામિન ‘સી’ તમારી તકલીફને ઘટાડવામાં જરૂર મદદ કરશે.
૬. અજમાને ડુંગળીના રસમાં મેળવીને શરીર પર ઘસો જેથી ઘણો પરસેવો થાય. આ પ્રક્રિયા શરીરમાં ઊર્જાનો સંચાર કરે છે. જેથી તકલીફમાં રાહત મળે છે. અજમાનો ઉપયોગ સવારે અને સાંજે બે વાર કરી શકાય.
૭. સૂંઠ પાઉડર, ગોળ અને કાળા મરીના પાઉડરની લાડુડી બનાવો અને દિવસમાં બે વાર લો.
૮. જેઓને આખા વર્ષ દરમિયાન વારંવાર શરદી થાય છે તેઓ આ પ્રમાણે કરે. ૧ મિલીલિટર જેટલો તુલસીનો રસ, એક કળી લસણનો રસ અને એક ગ્રામ મરી પાઉડર મિક્સ કરીને સવાર-સાંજ બે મહિના સુધી લો. શરદી સદંતરપણે જતી રહેશે.
બંધ થયેલા નાક માટે
૧. ફૂદીનાના પાન, યુકેલિપ્ટસ, થાઇમ અને લવિંગને ઉકળતા પાણીમાં ઉમેરો. આ પાણીની વરાળ શ્વાલમાં લો. માથાને ટુવાલથી ઢાંકી દો જેથી વરાળ સીધી નાક અને મોંમાં જાય.
૨. હીંગની પેસ્ટ બનાવો અને તેને સૂંઘો. તેનાથી જામેલું નાક ખૂલવા માંડશે. આ પેસ્ટને પગના તળિયે પણ ઘસી શકાય.
૩. થોડું સરસિયું લો અને તેમાં થોડો લવિંગનો પાઉડર મિક્સ કરો. આ તેલને થોડું ગરમ કરીને છાતી પર ઘસો. છાતીમાં જામેલો કફ ઓગળવા માંડશે.
૪. ઉકળતા પાણીમાં યુક્રેલિપ્ટસ તેલ ઉમેરીને તેની વરાળ લો. શ્વાસ નળીના માર્ગો ખૂલી જશે.
કફને કાઢવા આટલું કરો
૧. ગરમ દૂધમાં હળદર અને ગોળ નાંખીને પીઓ. આ પીણું શરદી, કફ અને શરીરના દુખાવામાં રાહત આપશે.
૨. છાતીમાં ઘણા સમયથી જામેલો કફને કાઢવા આ પ્રમાણે કરો. કાળા મળીને વાટી તેને દહીંમાં ઉમેરો. તેમાં ગોળ ઉમેરીને ખાવો.
૩. રોજ ખજૂર ખાઓ અને પછી ગરમ પાણી પીઓ. કફ પાતળો પડીને ફેફ્સાંમાંથી નીકળી જશે.
૪. કફને કારણે થતી તકલીફમાં રાહત મેળવવા આ પ્રમાણે કરો. ડુંગળીની પાતળી સ્લાઇસ કરો. તેને એક વાટકીમાં મૂકીને તેના પર બે ચમચી મધ રેડો અને ૩-૪ કલાક સુધી રહેવા દો. પછી ડુંગળી કાઢી નાંખીને મધ ખાઇ જાઓ.
૫. સૂકી ખાંસીમાં રાહત મેળવવા આ પ્રમાણે કરો. સૂકી ખાંસી રાતે વધુ હેરાન કરે છે. આદુંના નાના ટુકડા પર મીઠું છાંટીને તેને ચાવીને ખાઇ જાઓ.
શરદીથી બચવા આટલું કરો
૧. લસણ ખાઓ. તેમાં રહેલું ‘એલિસિન’ શરદીથી બચાવે છે. આ તત્ત્વ લસણને કાપ્યા પછી ઉત્પન્ન થાય છે. શરદીના અણસાર લાગે કે તરત આ ઉપાય કરો.
૨. હાથની સ્વચ્છતા શરદીને રોકવામાં મોટો ફાળો આપે છે. અનેક ચીજ-વસ્તુઓના સંપર્કમાં આવતા આપણાં હાથ બારીક જંતુઓની વસાહત હોય છે. હાથ જ્યાં લાગે ત્યાં તે જંતુઓ પહોંચી જાય છે. તેથી વારંવાર હાથ ધોતા રહો. ખાસ કરીને બહારથી ઘરમાં આવો ત્યારે હાથ અવશ્ય ધૂઓ.
૩. કિવિ અને સંતરા વિટામિન ‘સી’ના સારા સ્ત્રોત છે. શરદીની શરૂઆતમાં જો તે ખાવામાં આવે તો ૩૦% જેટલી તકલીફ ઘટી જાય છે.
૪. ઠંડા પાણીથી સ્નાન કરો. અભ્યાસના તારણો દર્શાવે છે કે ઠંડા પાણીનું સ્નાન વાઇરસ સામે પ્રતિકારકશક્તિ પેદા કરે છે. ઠંડા પાણીથી શરીરને લાગતો આંચકો શરીરમાં વિશિષ્ટ પ્રકારની ગરમી ઉત્પન્ન કરે છે જે શરદીના જંતુઓનો નાશ કરે છે.
૫. પૂરતું પાણી પીઓ. ઓછું પાણી શરીરની રોગપ્રતિકાર શક્તિને ઘટાડે છે.
૬. ખાંડ અને મેંદાનું સેવન ઘટાડો. ખાંડનું વધુ સેવન પ્રતિકાર શક્તિને ઘટાડે છે. જેથી શરદી-ફ્લૂના વાઇરસ જલદી અસર કરે છે. રિફાઇન્ડ કાર્બ્સ જેવા કે બ્રેડ-કેક વગેરે પણ શરીરની શક્તિને ઘટાડે છે.
૭. પૂરતી ઊંઘ લો. સારી ઊંઘ ગ્રોથ- હોમોન્સને વધારે છે જે રોગપ્રતિકારક શક્તિને વેગ આપે છે જેથી શરીરમાં મરામત અને વૃદ્ધિ સારા થાય છે. ઓછી ઊંઘ શરીરને નબળું પાડે છે.
ઇમ્યૂન સિસ્ટમને વેગ આપવા
૧. તમારા હાથને વારંવાર સાફ કરતા રહો. હાથ સાફ કરો ત્યારે હાથની પાછળનો ભાગ, આંગળીઓ અને આંગળીઓની વચ્ચેના ભાગોને સાફ કરવાનું ભૂલશો નહીં.
૨. તમારા ઘરના બારી-બારણાના આગળા, હેન્ડલ્સ, ટેલિફોન્સના ઉપકરણો, સેલફોન્સ, રિમોટ કંટ્રોલ્સ વગેરેને પણ સાબુવાળા ગરમ પાણી અને જંતુનાશકથી સાફ કરો.
૩. છીંક કે ઉધરસ ખાઓ ત્યારે મોં આગળ પેપર- ટિશ્યૂ અથવા રૂમાલ જરૂર રાખો. ઘરના અન્ય લોકો પણ આ પ્રમાણે કરે તેવો આગ્રહ રાખો.
૪. આંખ, નાક, મોં વગેરેનો હાથથી સ્પર્શ કરવાનું ટાળો. આ રીતે જ વાઇરસ શરીરમાં પ્રવેશે છે.
૫. ધ્યાન કરો અથવા રિલેક્સ થવાની અનુકૂળ પદ્ધતિ શોધી કાઢો અને તે કરો.
૬. પોષક અને સંતુલિત આહાર લો. વિટામિન ‘સી’, ઝિન્ક, સેલેનિયમ જેવા ખનિજ-તત્ત્વો ઇમ્યૂન- સિસ્ટમને મજબૂત બનાવે છે એવું સંશોધનોમાંથી જાણવા મળ્યું છે. તાજા ફળો અને કાચા શાકભાજીની પાંચ માત્રાઓ દિવસમાં ખાઓ. દિવસનું દસ ગ્લાસ પાણી પીઓ. નટ્સ, ચરબી વગરનું માંસ, માછલી, દાળ, કઠોળ, થૂલાવાળા અનાજ, બિયાં ખાઓ.
હેલ્થ :- મમતા પંડયા
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..