કડવા હોય કે લેઉવા પટેલ બધા આપણાં જ છે: નીતિન પટેલ, સરકારમાં પાટીદારોની ભૂમિકા છે અને રહેશે

આગામી વર્ષે આવનારી ગુજરાત વિધાનસભા ચૂંટણીને પગલે તમામ રાજકીય પાર્ટીઓ પોતાની રણનીતિ ઘડી રહી છે. એક તરફ કોંગ્રેસ રાજ્યભરમાં જનજાગરણ અભિયાન ચલાવી રહી છે, તો બીજી તરફ ભાજપ દ્વારા સ્નેહ મિલનના કાર્યક્રમ યોજાઈ રહ્યાં છે. આજે અમદાવાદમાં ઉમિયાધામનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ખાસ વાત એ રહીં કે, વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ એકસાથે જોવા મળ્યા હતા. જેને પાટીદાર મતદારોને રીઝવવાના ભાજપના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યાં છે.

પાટીદાર સમાજ દ્વારા અમદાવાદમાં ઉમિયાધામ નામથી શૈક્ષણિક સંકૂલ બનાવવા માટે ભૂમિપૂજન કરાયું. અને આ ભૂમિપૂજન રાજ્યનાં પાટીદાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં હસ્તે કરાવાયું. ભૂપેન્દ્ર પટેલે પણ આ પ્રસંગે પાટીદારોનાં સાથ અને સહકારની વાત કરી.

ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, દરેક સમાજમાં શિક્ષણનું સ્તર વધે તો જ દરેક સમાજ આગળ આવી શકે. સમાજના ઉત્થાન માટે આ જરૂરી છે. સરકાર તરીકે અમારી જે જવાબદારી છે, તે નીભાવવા માટે હું અને મારી ટીમ તૈયાર છીએ. આજે પાટીદાર સમાજથી માંડીને દરેક સમાજ ખૂબ મોટા-મોટા પ્રોજેક્ટ મૂકી રહ્યાં છે. સરકાર તરીકે મને તેમાંથી રોજગારીની તકો દેખાઈ રહી છે. જેનાથી ભવિષ્યમાં રાજ્યને જ ફાયદો થશે.

બીજી તરફ આ અવસરે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, સરકારમાં પાટીદારોની ભૂમિકા છે અને કાયમ રહેશે. 2002માં મને પહેલો પાટીદાર નાણાં મંત્રી બનાવ્યો હતો. આજે ભૂપેન્દ્ર પટેલ ગુજરાતની જનતાના મુખ્યમંત્રી છે. ભૂપેન્દ્ર પટેલ જેવા નમ્ર વ્યક્તિ મેં આજ સુધી જોયા નથી. ભૂપેન્દ્રભાઈનો હસમુખો ચહેરો જોઈએ, એટલે અમે અને ભાજપના કાર્યકર્તાઓનો આનંદ થાય છે. આવા નેતાની આગેવાનીમાં આપણે ગુજરાતને આગળ વધારવાનું છે.

વધુમાં નીતિન પટેલે પાટીદારોને એક થવાનું આહ્વાન કરતાં કહ્યું કે, રાજકીય પક્ષો દરેક સમાજને ન્યાય અપાવવાનું કામ કરે છે. શિક્ષણની અંદર જે ભૂખ છે, એવા માટે આવી હોસ્ટિલ બનાવવી જરૂરી છે. આગામી સમયમાં આ પણ નાની પડવાની છે, કારણ કે વસ્તી સતત વધતી જાય છે. વિશ્વ ઉમિયા પણ આપણી જ છે. કડવા હોય કે લેઉવા પટેલ બધા આપણાં જ છે. એકબીજાને સ્વીકારતા અને સમજતા થાવય બોલવાનું કંઈક અને કરવાનું કંઈક એવું કરવાનું રાજકારણીઓ પર છોડી દો. એકતા હશે સંગઠન હશે, તો જ આપણું માન હશે. જે છૂટા પડી ગયા, તેમનું ક્યાંય માન નથી હોતું. જરૂર પડ્યો વિરાટ સ્વરૂપની તૈયારી રાખો.

જણાવી દઈએ કે, વિધાનસભાની ચૂંટણી જીતવા માટે પાટીદારોનું યોગદાન જરૂરી છે. રાજ્યની કુલ 182 વિધાનસભા બેઠકો પૈકી 80 પર પાટીદાર મતદારોનો પ્રભાવ છે. એટલે કે રાજ્યની 45 ટકા કરતાં વધુ બેઠકો પર હાર-જીત પાટીદાર મતદારો નક્કી કરે છે. ગુજરાતમાં પાટીદાર મતદારોની સંખ્યા 15 ટકા કરતાં પણ વધુ છે. બીજી તરફ પાટીદાર અગ્રણીઓ અવારનવાર પાટીદારો એક થઈને રહે, તેવા નિવેદનો આપી ચૂક્યા છે. એવામાં પાટીદાર વૉટબેંકને પકડી રાખવા માટે ભાજપે અત્યારથી જ પાટીદારોનો રીઝવવાની રણનીતિ અપનાવવાની શરૂ કરી દીધી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો