ચૂંટણી પ્રચારમાં કેજરીવાલની જાહેરાત: હિંદુઓને અયોધ્યા, મુસલમાનોને અજમેર અને શીખોને કરતારપુરની મફત યાત્રા કરાવવામાં આવશે

ઉત્તરાખંડમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ પ્રચાર શરૂ કર્યો છે. પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ રવિવારે ઉત્તરાખંડ પહોંચ્યા હતા અને ચૂંટણીની જીતવા રાજ્યના લોકો માટે અનેક મોટી જાહેરાતો કરી છે. કેજરીવાલે ઉત્તરાખંડમાં આમ આદમી પાર્ટી સત્તામાં આવશે કો પ્રદેશમાં સારી સ્કૂલ અને હોસ્પિટલોની ખાતરી આપી છે. આ સાથે મફતમાં તીર્થ કરાવવાની પણ જાહેરાત કરી છે.

લોકોને કરાવશે ફ્રી તીર્થયાત્રા
તેમણે કહ્યું કે દિલ્હીમાં અમારી મુખ્યમંત્રી તીર્થયાત્રા યોજના છે, જે હેઠળ અમે વરિષ્ઠ નાગરિકોને મફતમાં તીર્થયાત્રા કરાવી છીએ. આ યોજનામાં તેમને આરામથી એસી ટ્રેનમાં લઈ જવામાં આવે છે અને એસી હોટલોમાં રાખવામાં આવે છે. આવવા-જવા તથા ભોજન બધુ જ મફત રહે છે. હરિદ્વાર, ઋષિકેશ, વૈષ્ણોદેવી, દ્વારિકાધિશ, રામેશ્વર તથા પુરી સહિત દેશભરના 12 તીર્થસ્થાનોની યાત્રાનો સમાવેશ થાય છે.

CM કેજરીવાલે ચૂંટણી જીતવાના સંજોગોમાં દિલ્હીવાસીઓની માફક ઉત્તરાખંડના લોકોને મફતમાં તીર્થયાત્રા કરાવવાની જાહેરાત કરી છે. આ યોજના અંતર્ગત હિંદુઓને અયોધ્યા, મુસલમાનોને અજમેર શરીફ અને શીખોને કરતારપુર સાહિબની યાત્રા કરાવવામાં આવશે.

મફત વીજળી આપવાની અગાઉ જાહેરાત કરી ચુક્યા છે
મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યું કે કેટલાક દિવસ અગાઉ તેઓ અયોધ્યા ગયા અને ત્યા રામલલાના દર્શન કર્યાં તો તેમના મનમાં વિચાર આવ્યો કે ભગવાન તેમને એટલી શક્તિ આપે કે તેઓ દેશની દરેક વ્યક્તિને અયોધ્યા અને રામલલાના દર્શન કરાવી શકે. મને જાહેરાત કરતા ખુશી થાય છે કે અયોધ્યા માટે પ્રથમ ટ્રેન 3 ડિસેમ્બરના રોજ ચલાવશે. આ અગાઉ કેજરીવાલ તેમના અગાઉની ઉત્તરાખંડ યાત્રા સમયે ખેડૂતોને મફતમાં વીજળી તથા દરેક પરિવારોને 300 યુનિટ સુધી મફત વીજળી આપવાની જાહેરાત કરી ચુક્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો